જૂના યાર્ડ પાસે યુવકે અને જામનગર રોડ પર યુવતીએ ફિનાઈલ પીધું, વીરાણી અઘાટમાં મહિલાએ ઝેરી દવા ગટગટાવી - At This Time

જૂના યાર્ડ પાસે યુવકે અને જામનગર રોડ પર યુવતીએ ફિનાઈલ પીધું, વીરાણી અઘાટમાં મહિલાએ ઝેરી દવા ગટગટાવી


રાજકોટ શહેરના સંતકબીર રોડ પર ભગીરથ સોસાયટીમાં રહેતાં 28 વર્ષના યુવાને 27 ઓક્ટોબરના રોજ જૂના માર્કેટિંગ યાર્ડ પાસે આવેલ બગીચામાં હતો. ત્યારે કોઈ કારણોસર ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કરતાં સારવારમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે બી ડિવિઝન પોલીસને જાણ કરી હતી અને પોલીસે આપઘાતનો પ્રયાસ કરનાર યુવાનનું નિવેદન નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

જામનગર રોડ પર વાલ્મિકી વાડીમાં રહેતી 23 વર્ષની યુવતી 27 ઓક્ટોબરના પોતાના ઘરે હતી. ત્યારે અગમ્ય કારણોસર ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કરતાં સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રદ્યુમનનગર પોલીસને જાણ કરી હતી. જે બાદ પોલીસે હોસ્પિટલ પહોંચી યુવતીનું નિવેદન નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.