કરણીસેના રાષ્ટ્રીય અધ્યક્ષની હત્યાંના વિરોધમાં આજે દહેગામ સજ્જડ બંધ જોવા મળ્યું - At This Time

કરણીસેના રાષ્ટ્રીય અધ્યક્ષની હત્યાંના વિરોધમાં આજે દહેગામ સજ્જડ બંધ જોવા મળ્યું


કરણીસેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવસિંહ ગોગા મેડીના હત્યાંના વિરોધમાં આજે દહેગામ યુવા ક્ષત્રિય સંગઠન દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું હતું જેના પગલે આજે સમગ્ર દહેગામ બજાર સજ્જડ બંધ જોવા મળ્યું હતું.કરણીસેના ના રાષ્ટિય અધ્યક્ષ સુખદેવસિંહ ગોગામેડીનું તેમના જ ઘરમાં હત્યારાઓ દ્વારા ગોળી મારી હત્યાં કરી નાખી હતી જેના પ્રત્યાઘાતો સમગ્ર દેશમાં પડ્યા હતા જેના વિરોધમાં દહેગામ યુવા ક્ષત્રિય સંગઠન દ્વારા હત્યારાઓને ઝડપી તેમને કડક સજા માટે મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેના વિરોધમાં આજે બંધનું એલાન પણ આપવામાં આવ્યું હતું જેને પગલે સમગ્ર દહેગામમાં વેપારીજનોએ અને પોતાની દુકાનો બંધ કરી બંધના એલાનને સમર્થન આપ્યું હતું.

રિપોર્ટર મહેશસિંહ રાઠોડ દહેગામ


6352006405
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.