પ્રેમસબંધ રાખવાની ના પાડતા પ્રેમીએ યુવતીને ઢીકાપાટુનો માર માર્યો - At This Time

પ્રેમસબંધ રાખવાની ના પાડતા પ્રેમીએ યુવતીને ઢીકાપાટુનો માર માર્યો


વિજયનગરમાં પ્રેમસંબંધ રાખવાની ના પાડતા પ્રેમીએ યુવતીને બેફામ ઢીકાપાટુનો માર મારતા સારવારમાં ખસેડાઇ હતી. પ્રાપ્ત વિગત મુજબ ચંદ્રેશનગર મેઇન રોડ પર રહેતી મનીષાબેન (નામ બદલાવેલ છે) ગઇકાલે રાત્રીના અઢી વાગ્યાના સુમારે પોતાના ઘરે હતા ત્યારે ધસી આવેલા તેના પ્રેમી મનોજ (નામ બદલાવેલ છે) બેફામ ઢીકાપાટુનો માર મારતા તેણી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા સારવારમાં સીવીલ હોસ્પિટલે ખસેડાઇ હતી. બનાવ અંગે સીવીલ ચોકીના સ્ટાફે નોંધ કરી માલવિયાનગર પોલીસને જાણ કરી હતી.
બનાવ અંગે મળેલ વિગત અનુસાર યુવતીએ પ્રથમ રાજ (નામ બદલાવેલ છે) નામના યુવક સાથે પ્રેમલગ્ન કર્યા હતા તે બાદ યુવક તેને છોડી ચાલ્યો ગયેલ હતો. જે બાદ તેણી છેલ્લા પાંચ વર્ષથી કેટરર્સમાં કામે જતી હતી. જયાં તેણીની મનોજ સાથે મુલાકાત થયેલ હતી. જે બાદ બંને વચ્ચે પ્રેમ પાંગર્યો હતો. બાદ યુવતીએ તેના પ્રેમીને પ્રેમસંબંધ રાખવાની ના પાડી હતી જેનો ખાર રાખી પ્રેમીએ તેણી પર હુમલો કર્યો હતો. બનાવ અંગે પોલીસે ઇજાગ્રસ્ત યુવતીનું નિવેદન નોંધવા તજવીજ હાથ ધરી છે.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.