મેંદરડા કોટે ચેક રિટર્ન કેસમાં આરોપીની દોઢ વર્ષની જેલ અને 4,12,440 વળતર પેટે ચૂકવવા હુકમ કર્યો - At This Time

મેંદરડા કોટે ચેક રિટર્ન કેસમાં આરોપીની દોઢ વર્ષની જેલ અને 4,12,440 વળતર પેટે ચૂકવવા હુકમ કર્યો


મેંદરડા કોર્ટે ચેક રિટર્ન કેસમાં આરોપીને દોઢ વર્ષની જેલ અને રૂપિયા વળતર પેટે ચૂકવવા નો હુકમ કરવામાં આવેલ
ચેક પરત ફરવાના ગુન્હામાં આરોપીને દોઢ વર્ષની જેલની સજા અને ૪૧૨૪૪૦ રૂપિયા ફરિયાદીને વળતર પેટે ચૂકવવા મેંદરડા કોર્ટે હુકમ કર્યો છે ત્યારે આ કેસની હકીકત મુજબ મેંદરડાના રહીશ હિતેશભાઈ જેરામભાઈ જોષી ગાયત્રી એગ્રો વાળા પાસેથી આરોપી પોપટભાઈ દેવરાજભાઈ માયાણીએ જુદા જુદા સમયે ખેતી ને લગતી દવા ખાતર બિયારણની ખરીદી કરેલ અને તેની ચુકવણી માટે રૂપિયા ૨૯૪૭૦૦ નો ચેક આરોપી પોપટભાઈ માયાણીએ પોતાની બેન્ક ખાતાનો ચેક ઇસ્યુ કરી આપેલ હતો જે ચેક વસુલાત માટે બેન્કમાં રજૂ કરવામાં આવતા ચેક પાસ ન થતા રિટર્ન થયેલ હતો જે અંગે મેંદરડા કોર્ટમાં ફરિયાદી હિતેશભાઈ જેરામભાઈ જોષીએ ચેક રિટર્ન ની ફરિયાદ દાખલ કરેલ હતી જે કેસ કોર્ટમાં ચાલી જતા કોર્ટ ફરિયાદી એડવોકેટ વિમલ ડોબરીયા ની રજૂઆતો તેમજ ધારદાર દલીલો ગ્રાહ્ય રાખી કોર્ટે આરોપીને દોઢ વર્ષની જેલની સજા અને 4, 12,440 વળતર પેટે ફરિયાદીને ચૂકવવા હુકમ કરેલ છે તેમજ આરોપી કોર્ટમાં હાજર ન રહેતા બિનજામિન પાત્ર વોરંટ ઇસ્યુ કરવામાં આવેલ છે આ કેસમાં ફરિયાદી તરફે વકીલ વિમલ ડોબરીયા રોકાયેલ હતા
રીપોર્ટ-કમલેશ મહેતા મેંદરડા


9924390305
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.