પશુ પાલન અને જી. વી. કે. ઈ. એમ. આર. આઈ દ્વારા ચાલતી એનિમલ હેલ્પલાઇન લાઈન ૧૯૬૨ માં તારીખ ૧૨/૦૭/૨૦૨૨ ને મંગળવાર ના રોજ સાંજે ૬:૪૦ કલાકે સાબરકાંઠા હિંમતનગર કાંકરોલ રોડ પર સ્વામિનારાયણ મંદિર આગળ થી
પશુ પાલન અને જી. વી. કે. ઈ. એમ. આર. આઈ દ્વારા ચાલતી એનિમલ હેલ્પલાઇન લાઈન ૧૯૬૨ માં તારીખ ૧૨/૦૭/૨૦૨૨ ને મંગળવાર ના રોજ સાંજે ૬:૪૦ કલાકે સાબરકાંઠા હિંમતનગર કાંકરોલ રોડ પર સ્વામિનારાયણ મંદિર આગળ થી નેચર ક્લબ હિંમતનગર તેમજ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા કોલ મળેલ કે એક પાટલા ઘો ને પેટ ના ભાગે સળિયા ઘૂસી ગયેલ છે, જેની જાણ કરુણા એનિમલ એમ્બ્યુલન્સ હિંમતનગર ને કરતાં ફરજ પર ના પશુ ચિકિત્સક ર્ડો. સ્વીટીબેન પટેલ તેમની ટીમ સાથે તાત્કાલિક ત્યાં પહોંચી જોતા પેટ ના ભાગે જીવલેણ રીતે સળિયા ઘૂસી ગયેલ હતા તેને નીકાળી તરત ત્યાં સ્ટીચ લઇ ને ઘો નો જીવ બચાવ્યો હતો ચાલુ વરસાદ માં આ સુંદર કામગીરી કરુણા એનિમલ એમ્બ્યુલન્સ ની ટીમ તેમજ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ના ફોરેસ્ટર એચ. એમ. પટેલ તેમજ બીટ ગાર્ડ વિમલ ભાઈ માળી તેમજ નેચર ક્લબ હિંમતનગર ના ધાર્મિક ભાઈ પટેલ દ્વારા કરવા માં આવી હતી,ચોમાસા ના ધોધ માર વરસાદ માં પણ કરુણા એનિમલ એમ્બ્યુલન્સ ની ટીમ કોઈ પણ વિચાર કર્યા વગર કોઈ પણ અબોલ પશુ પક્ષી ની સેવા માં તત્પર હોય છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.