ભારતની સર્વોચ્ચ અદાલતે આપ્યો ઐતિહાસિક ચુકાદો: તમામ મહિલાઓને ગર્ભપાતનો અધિકાર - At This Time

ભારતની સર્વોચ્ચ અદાલતે આપ્યો ઐતિહાસિક ચુકાદો: તમામ મહિલાઓને ગર્ભપાતનો અધિકાર


ભારતની સર્વોચ્ચ અદાલતે આપ્યો ઐતિહાસિક ચુકાદો, મહિલા પરિણીત હોય કે નહીં, ગર્ભપાતનો અધિકાર
ભારતની સર્વોચ્ચ અદાલતે આજે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે જેમાં દેશભરની મહિલાઓને ગર્ભપાતનો અધિકાર આપી દેવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે ગર્ભના 24 સપ્તાહ સુધી મહિલા વિવાહિત હોય કે સિંગલ હોય તેને મેડિકલ રીતે ગર્ભપાત કરવાનો કાયદાકીય રીતે સંપૂર્ણ અધિકાર છે.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે ભારતમાં અવિવાહિત મહિલાઓને MTP એક્ટ હેઠળ ગર્ભપાત કરાવવાનો અધિકાર છે. ગર્ભપાતના કાયદામાં વિવાહિત કે અવિવાહિત મહિલાઓ વચ્ચે કોઈ જ ભેદ રાખવામાં આવ્યો નથી. આ સિવાય અદાલતે કહ્યું કે ગર્ભપાતના કારણોમાં વિવાહિત મેરિટલ રેપ પણ સામેલ છે.
આ ચુકાદાનો સીધો અર્થ છે કે હવે અવિવાહિત મહિલાઓ ગર્ભ રહી ગયા બાદ 24 અઠવાડિયા સુધીમાં નિર્ણય લઈને ગર્ભપાત કરાવી શકશે. આ પહેલા આ અધિકાર વિવાહિત મહિલાઓને જ હતો.
સુપ્રીમ કોર્ટે ચુકાદામાં એમ પણ કહ્યું હતું કે બંધારણના અનુચ્છેદ 21 હેઠળ પ્રજનનની સ્વાયત્તતા ગરિમા અને ગોપનિયતાના અધિકાર હેઠળ, એક અવિવાહિત મહિલાને પણ વિવાહિત મહિલાની માફક જ હક છે કે તે બાળકને જન્મ આપે કે નહીં


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.