એચ-ટાટ મુખ્ય શિક્ષકની કેડરના બદલીઓના ૧૨ વર્ષ બાદ પણ નિયમો જાહેર કરવામાં વગે વાવણાં*
પોરબંદર જીલ્લા મુખ્ય શિક્ષક (એચ - ટાટ)સંધ દ્રારા જીલ્લા કલેકટર મારફત ગુજરાત સરકારને પાઠવ્યુ આવેદન પત્ર
ગોસા(ઘેડ) પોરબંદર તા. ૨૬/૦૨/૨૦૨૪
પોરબંદર જીલ્લા મુખ્ય શિક્ષક HTAT સંધ દ્રારા જીલ્લા કલેકટર મારફત ગુજરાત સરકારને આવેદન પત્ર પઠવી બદલીઓના જાહેર થયેલા નીયમોની અમલવારી તાત્કાલિક ધોરણે જાહેર કરવા રજુઆત કરવામાં આવી છે. જો અમલવારી નહી કરે તો અગામી સમયમાં ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલનની પણ રજુઆતમાં ચેતવણી અપવામાં આવી છે
પોરબંદર જીલ્લા મુખ્ય શિક્ષક HTAT સંધના પ્રમુખ મુરૂભાઈ એસ.ઓડેદરા અને મહામંત્રી રાજેશભાઈ ઠાકરની સહીઓ થી શિક્ષકોએ પોરબંદર જીલ્લા કલેકટર મારફત ગુજરાત સરકારને આપેલા આવેદન પત્રમાં જણાવેલ છે કે વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ જયારે ગુજરાત રાજ્યના મુખ્ય મંત્રી હતા ત્યારે તેઓની દૂરંદેશીને કારણે ગુજરાત રાજ્યની પ્રાથમિક શાળાઓમાં HTAT મુખ્ય શિક્ષકની પોસ્ટ ઊભી કરી વર્ષ ૨૦૧૨ થી ૨૦૧૮ સુધી નિમણુંક આપવામાં આવી છે. ગુજરાત રાજ્યમાં ફરજ બજાવતા HTAT આચાર્ય મિત્રો ૨૦૧૨ થી શાળામાં ઉત્કૃષ્ઠ કામગીરી કરી રહ્યા છે. અને હાલ આ કેડરને અસ્તિત્વમાં આવ્યાને ૧૧ વર્ષથી પણ વધુ સમય વીતી ગયો હોવાં છતાં HTAT આચાર્ય મિત્રોના બદલીઓ અને સેવાકીય નિયમો જાહેર થયા નથી. HTAT આચાર્ય મિત્રોના બદલી, સેવાકીય નિયમો અને વિવિધ પ્રશ્નોનાં નિરાકરણ માટે આજ દિન સુધી વારંવાર વિવિધ રજૂઆતો શિક્ષણ વિભાગમાં છેલ્લા કેટલાય સમયથી કરી રહ્યા છે. નિયમો તૈયાર હોવા છતાં જાહેર કરવા અંગે યોગ્ય નિર્ણય આજ દિન સુધી કરવામાં આવેલ નથી.
ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ વિભાગમાં વર્ષ-૨૦૧૨ થી HTAT મુખ્ય શિક્ષકોની કેડર અસ્તીત્વમા આવી અને ૧૨ વર્ષ જેટલા લાંબા સમય દરમ્યાન શિક્ષણના ઉત્કર્ષમા HTAT મુખય શિક્ષકો ની ભુમીકા ખુબ મહત્વની રહી છે, HTAT મુખ્ય શિક્ષકની કેડર અસ્તીત્વમાં આવ્યાને ૧૨ વર્ષ જેટલો લાંબો સમય થયો હોવા છતાં આજદીન સુધી HTAT મુખ્યશિક્ષકોના બદલી સહીતનાં નીયમો જાહેર કરવામાં આવેલ નથી, ૧૨ વર્ષના વાયણા વાયા બાદ વર્તમાનના ચાલુ સમયમાં સરકારશ્રીએ અને માન.શિક્ષણ મંત્રીશ્રીએ HTAT મુખ્યશિક્ષકોની વ્યથાને સમજી બદલી માટેની સમિતિ બનાવી અને HTAT મુખ્યશિક્ષકોના બદલીના નીયમો બનાવી ખુબ આવકારદાયક કાર્ય કરેલ છે પરંતુ બદલી માટેના નીયમો બની ગયા હોવા છતાં HTAT મુખ્યશિક્ષકોના બદલીના નીયમો હજુ આજદિન સુધી જાહેર કરવામાં આવેલ નથી તથા આગામી લોકસભાની ચુંટણીને અનુલક્ષીને આચારસંહીતા આવવાની તૈયારી છે અને એના કારણે સમગ્ર રાજ્યના HTAT મુખ્યશિક્ષકોમાં નીરાશા છવાઈ ગઈ છે, જેથી આજ તારીખ ૨૬ ફેબ્રુઆરીના રોજ ગુજરાત રાજ્ય મુખ્ય શીક્ષક(HTAT)સંઘ, સૂચિતના નેજા હેઠળ સમગ્ર રાજ્યમાં તમામ જીલ્લાઓમાં કલેક્ટર શ્રી મારફત સરકારશ્રીમાં HTAT મુખ્ય શિક્ષકોના બદલીના નીયમો વહેલામાં વહેલી તકે જાહેર કરવામાં આવે એ માટેનું આવેદનપત્ર આપવામાં આવેલ છે.જેના અનુસંધાને પોરબંદર જીલ્લા કક્ષાએથી પોરબંદર જીલ્લા મુખ્ય શિક્ષક HTAT સંઘે કલેકટર ને આવેદન પત્ર પાઠવવામાં આવેલ છે અને જો બદલીના નીયમો તાત્કાલિક જાહેર કરવામાં નહી આવેતો અગામી સમયમાં ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની સમગ્ર રાજ્યના HTAT મુખ્યશિક્ષકોને ફરજ પડશે અને એ માટે રાજ્યના તમામ HTAT મુખ્ય શિક્ષકોની તૈયારી પણ છે તેમ આવેદન પત્રમાં જણાવેલ છે.
રિપોર્ટર :- વિરમભાઈ કે.આગઠ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.