જિલ્લામાં હીટવેવથી ૧૬૭ ને ઝાડા-ઊલટી અને ૭૭ર હાઈપરટેન્શનના કેસ સામે આવ્યાં
મહેસાણા લોકસભા ચૂંટણી અંતર્ગત ગઈકાલે મંગળવારે સમગ્ર જિલ્લામાં મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ હતી. ધોમધખતા ઉનાળાની ગરમીમાં શેકાતા રહીને મતદારોએ મતદાન કરી લોકશાહી પર્વની ફરજ બજાવી હતી. હીટવેવના કારણે ૧૬૭ મતદારને ઝાડા-ઊલટી તથા ૭૭૨હાઈપરટેન્શનના દર્દી જણાતાં તમામને સ્થળ પર જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા સારવાર પુરી પાડવામાં આવી હતી. લોકસભા ચૂંટણીના મતદાન દરમિયાન આરોગ્ય તંત્ર દ્વારા ડાયાબીટીસ, માથું દુખવુ, ચક્કર આવવા, અકસ્માત સહિતના ૩૪૦૯ દર્દીને સારવાર આપવામાં આવી હોવાનું સીડીએચઓએ જણાવ્યું હતુ.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.