ભારત માતાના અમદાવાદી તેમજ ગુજરાત નાગરિકોને મેટ્રો ટ્રેન ઉદ્ધાટન ના નામે ઉલ્લુ બનાવે છે પૂર્વ સાંસદ ધારાસભ્ય વીરજીભાઈ ઠુંમર
ભારત માતાના અમદાવાદી તેમજ ગુજરાત નાગરિકોને મેટ્રો ટ્રેન ઉદ્ધાટન ના નામે ઉલ્લુ બનાવે છે પૂર્વ સાંસદ ધારાસભ્ય વીરજીભાઈ ઠુંમર
અમરેલી ભારત માતાના અમદાવાદી તેમજ ગુજરાત નાગરિકોને ઉલ્લુ બનાવે છે પૂર્વ સાંસદ ધારાસભ્ય વીરજીભાઈ ઠુંમર અમદાવાદમાં મેટ્રો ટ્રેનના ફેઝ-૧નું ઉદ્ઘાટન કર્યું. તો તા.૦૪-૦૩-૨૦૧૯ના રોજ વસ્ત્રાલ ખાતે જે ૬.૫ કિમીની મેટ્રો ટ્રેનનું ઉદ્ઘાટન તેમણે જ કરેલું તે કયો ફેઝ હતો? એ ફેઝ વગરનો ફેઝ હતો? ફેઝ એટલે તબક્કો. અત્યારે જે ફેઝનું ઉદ્ઘાટન થયું એ પહેલો ફેઝ કે ત્રણ વર્ષ પહેલાંનો પહેલો ફેઝ? ફેઝ એક જ રહેવાનો કે ફેઝ બદલાશે ખરા?ચૂંટણી આવે ત્યારે મેટ્રો ટ્રેનના જુદા જુદા ફેઝનું ઉદ્ઘાટન કરી શકાય માટે જ એના તબક્કા પાડવામાં આવ્યા છે, સમજો જરા, ગુજરાતની જનતા જાણેહવે અનુભવને આધારે એમ કહી શકાય કે ૨૦૨૪માં લોકસભાની ચૂંટણી આવશે ત્યાં સુધી કોઈ ફેઝનું ઉદ્ઘાટન થવાની શક્યતા નથી.વડાપ્રધાન શ્રી એ વડાપ્રધાન શ્રી અમદાવાદના ભારત માતાના નાગરિકોને ઉલ્લુ બનાવી રહ્યા છે. થોડા સમય પહેલાં લાખો રૂપિયાનો ખર્ચ કરીને અમદાવાદમાં રિવર ફ્રન્ટ ઉપર મેટ્રો ટ્રેનનો એક ડબ્બો પ્રદર્શન માટે મૂક્યો હતો, અને મોદીભક્તો એમાં સેલ્ફી લેવા માટે પડાપડી પણ કરતા હતા! ૨૦૦૭માં વિધાનસભાની ચૂંટણી આવી તે અગાઉ અમદાવાદમાં જુદાં જુદાં સ્થળોએ મેટ્રો સ્ટેશનનાં પાટિયાં પણ લગાડી દેવામાં આવ્યાં હતાં. એ પાટિયાં ગયાં અને મેટ્રોના થાંભલા લાગ્યા તો છે!
દેશનાં અમદાવાદ કરતાં વસ્તીમાં ઘણાં નાનાં શહેરોમાં પણ મેટ્રો ટ્રેન ક્યારનીય ચાલતી થઈ ગઈ છે એ એક હકીકત છે. આંધળા મોદીભક્તોને થોડી થોડી મેટ્રો ટ્રેન બહુ ગમતી લાગે છે! વધારામાં શ્રી ઠુંમરે જણાવ્યું કે હા, મેટ્રો ટ્રેન શરૂ થાય તે પહેલાં એમાં કૌભાંડ શરૂ થઈ ગયેલું એ યાદ છે? આશરે ₹ ૨૦૦ કરોડનું કૌભાંડ! ૨૦૧૫માં! એકેય ફેઝ મેટ્રોનો શરૂ થાય તેના પહેલાં!
અંબાજીમાં પણ 7200 કરોડ રૂપિયાના વિકાસના કામોની જાહેરાત કરી આવી સૌરાષ્ટ્રમાં તેમજ ગુજરાતના જુદા જુદા સ્થળોએ જાહેરાત કરી છે તે રકમનો સરવાળો કેટલો થાય છે તે કામો ક્યારે શરૂ થવાના છે અમરેલી સાંતલી યોજના ને ત્રણ ત્રણ વાર ખાત મુહર્ત કર્યા પછી સાંતલી ની શું સ્થિતિ છે તેવો એક વેધક પ્રશ્ન પૂછતા સાથે વધારામાં જણાવ્યું હતું કેજય જય ગરવી ગુજરાતના વિશ્વગુરુ થવા થનગની રહેલા ગુજરાતીઓ કેટલા ફેઝ જોશે પછી આખેઆખી મેટ્રો મળશે, કે પછી એમને આ રીતે ઉલ્લુ બનાવ્યા કરશે અને તેઓ બન્યા કરશે?શ્રી ઠુંમર
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.