પત્ની-પાટલાસાસુને હથોડીના ઘા ઝીંકી ફરાર થઇ જનાર વૃદ્ધે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો
ગાંધીગ્રામના જીવંતિકાનગરનો બનાવ, પોલીસ આરોપીને શોધતી’તી ત્યાં જ વૃદ્ધે પગલું ભરી લીધું.
ગાંધીગ્રામના જીવંતિકાનગરમાં રહેતા વૃદ્ધે મંગળવારે વહેલી સવારે નિદ્રાધીન તેના પત્ની અને પાટલાસાસુને હથોડીના ઘા ઝીંકી દઇ ઘરેથી નાસી ગયા હતા, ઘવાયેલા પત્ની અને પાટલાસાસુને હોસ્પિટલમાં ખસેડાયા હતા, પોલીસ આરોપી વૃદ્ધને શોધી રહી હતી ત્યાં વૃદ્ધે પોતાના ઘરમાં જઇ ફાંસો ખાઇ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઇ હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.