લખતર તાલુકાના કેસરિયા રેલવે સ્ટેશન પાસે કેસરિયા ડી.3 સબમાઈનોર કેનાલ પાણી પહોંચે તે પહેલા નાશ થવાના આરે
લખતર તાલુકાના કેસરિયા રેલવે સ્ટેશન પાસે કેસરિયા ડી.3 સબમાઈનોર કેનાલ પાણી પહોંચે તે પહેલા નાશ થવાના આરે નર્મદા વિભાગ દ્વારા અહીંયા પાણી પહોચાડ્યું હોતતો ખેડૂતોને અનેક ખર્ચ કરી અનેક કિલોમીટર લાંબી પાઇપલાઇન નાખવી નો પડેતનર્મદાની કેનાલનો જેટલો લાભ લખતર તાલુકાને મળ્યો છે તેટલો લાભ અન્ય તાલુકાને મળ્યો નથી ત્યારે સૂત્રોના જણાવ્યા મુજબ લખતર તાલુકામાં એકવાર કેનાલ બનાવ્યા પછી ક્યારેય પાણી પહોચ્યું નહિ હોય તેવી કેનાલ નહિ હોય ત્યારે લખતર તાલુકામાં અનેક કેનાલમાં ખાલી કનેક્શન દેવાના વાંકે અનેક કેનાલ બંધ હાલતમાં છે ત્યારે લખતર રેલવે સ્ટેશન પાસે આવેલી નર્મદાની મુખ્ય કેનાલ પાસેથી નીકળતી નર્મદાની એલડી 1 કેનાલ બન્યા પછી એકવાર પણ પાણી છોડવામાં આવ્યું નથી અને કેનાલની નિયમિત સફાઈ કરાવાય છે ત્યારે લખતર તાલુકાના કેસરિયા રેલવે સ્ટેશન સામે આવેલ વઘાસર તળાવ પાસે કેસરિયા ડી.3 કેનાલ બન્યા પછી એકવાર પણ પાણી છોડવામાં આવ્યું નથી અને કેનાલ નાશ થવાના આરે આવી ગઈ સરકાર દ્વારા લોકો પાસેથી ઉઘરાવવામાં આવેલ ટેક્સના રૂપિયાથી બનાવેલ કેનાલ શરૂ થયા પહેલા નાશ થવાના આરે હોય લોકોના ટેક્સના રૂપિયા બરબાદ થઈ રહ્યા હોય તેવો ઘાટ સર્જાયો છે
રિપોર્ટર વિજય જોષી લખતર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.