*રોડ સેફટી માટે અસાધારણ કામગીરી કરી હોય તેવી સંસ્થાઓએ પુરસ્કાર માટે દરખાસ્ત કરવા બાબત
*રોડ સેફટી માટે અસાધારણ કામગીરી કરી હોય તેવી સંસ્થાઓએ પુરસ્કાર માટે દરખાસ્ત કરવા બાબત*
સાબરકાંઠા જિલ્લાની મોટરીંગ જનતા માટે ભારત સરકારના માર્ગ પરીવહન અને ધોરીમાર્ગ મંત્રાલય, ન્યુ દિલ્હી દ્રારા માર્ગ સલામતી ક્ષેત્રમાં અસાધારણ કામગીરી માટે નાણાકીય સહાય અને માર્ગ સલામતીના ક્ષેત્રમાં કરવામાં આવેલ ઉત્કૃષ્ટ કાર્ય માટે પુરસ્કાર કરવા માટે “ Scheme of Financial Assistance for Administering Road Safety Advocacy and award for the Outstanding work done in the field of Road Safety “ નામની સ્ક્રિમ શરૂ કરેલ છે. જે અન્વયે માર્ગ સલામતી સંબધીત રસ ધરાવતી અને લાયક સંસ્થાઓ તેમની દરખાસ્ત ઓનલાઇન વેબસાઇટ https://morth.nic.in પર મોકલી શકે છે.
વધુમાં સ્કિમ બાબતે વિગતવાર માહિતી ઉક્ત વેબસાઇટ પરથી મળી શકશે તેમજ દરખાસ્ત કરવાની અંતીમ તા. ૩૦/૫/૨૦૨૩ છે. જે બાબતે માર્ગ સલામતીના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ કામ કરેલ હોય તેવી સંબંધીત સંસ્થાઓ વધુમાં વધુ આ યોજના સાથે જોડાય. વધુ માહિતી માટે ભારત સરકારના માર્ગ પરિવહન અને ધોરીમાર્ગના મંત્રાલય” નો સંપર્ક નં. ૦૧૧૨૩૩૨૧૭૩૮ પર સંપર્ક કરવા પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી હિંમતનગરની એક અખબારી યાદીમાં જણાવાયું છે.
૦૦૦૦૦૦૦૦૦
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.