બાલાસિનોર આત્મા પ્રોજેક્ટ અંતર્ગત પ્રાકૃતિક ખેતી અંગે માર્ગદર્શન શિબિર યોજાઈ
મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાના પાંડવા તાબે તાજેરી ગામે પ્રાકૃતિક ખેતી અંગે તાલીમ શિબિર યોજાઈ જેમાં બી ટી એમ આત્મા શકીલભાઈ શેખ સંપૂર્ણ માહિતી આપી
રાજ્યમાં ધીમે ધીમે પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધી રહ્યો છે. ત્યારે મહીસાગર જિલ્લાના ઘણા બધા ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વાળવા લાગ્યા છે. જિલ્લાના ખેડૂતો પોતાના ખેતરમાં પ્રાકૃતિક ખેતી કરી દર વર્ષે ઉત્પાદન અને આવક બમણું મેળવતા થયા છે. દિન-પ્રતિદિન વધી રહેલી આરોગ્યની સમસ્યાઓ અને રસાયણયુકત ખેતીથી થતાં નુકસાન અંગેનો ખ્યાલ આવતા ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરવાનું ચાલુ કર્યું છે
ખેતરમાં ગાય આધારિત ખેતીમાં જીવામૃત, ઘનજીવામૃત પદ્ધતિ દ્વારા પ્રાકૃતિક ખેતી થકી દરેક આયામોનો ઉપયોગ કરી ઉત્પાદન અને આવકમાં વધારો થાય છે. તેમણે જણાવ્યું હતું કે, દરેક ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી કરવી જોઈએ. આ ખેતી થકી આપણે અને આપણાં પરિવારનો ફાયદો છે. પ્રાકૃતિક ખેતી ઝેરમુક્ત ખેતી છે અને આના ઉપયોગ થકી આપણે નીરોગી જીવન પસાર કરી શકીએ છીએ.
9825094436
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.