શ્રી રાણપરી પ્રાથમિક શાળામાં ‘શાળા સલામતી સપ્તાહ’ અંતર્ગત ગામના વતની અને ફાયર સ્ટેશનમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા
ઋતુરાજસિંહના સહયોગથી અને ગામના સરપંચશ્રીની મદદથી, બોટાદ ફાયર ઓફિસર રાજુભાઇ ધાંધલના માર્ગદર્શન દ્વારા ફાયર ડેમો સ્ટ્રેસન આયોજન કરવામાં આવેલ જેમાં કુદરતી અને માનવનિર્મિત આપત્તિઓ જેવી કે, આગ કેવી રીતે લાગે, આગના પ્રકાર, આગ બુજાવાની પદ્ધતિ,અકસ્માત સમયે શુ કરવું, ઇમર્જન્સી સમયમાં રેસ્ક્યુ કરવાની રીત, ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુ કામમાં વપરાતી વિવિધ ગાંઠો, સાધનો/વાહનોની ખુબ વિશેષ માહિતી ફાયરમેન સુરેશભાઈ વાઘેલા દ્વારા શાળાના 200 જેટલા વિદ્યાર્થીઓ અને શિક્ષકગણને પુરી પાડવામાં આવેલ. અશોકભાઈ, સુનિલભાઈ, ચિરાગભાઈ, અજયભાઇ, તેમજ તાલીમાર્થી મુકુંદભાઈ ઉપસ્થિત હતા. તેમજ બોટાદ સમગ્ર ફાયર ટીમની કામગીરી બિરદાવવા યોગ્ય છે.
બોટાદ બ્યુરો:ચિંતન વાગડીયા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.