ગઢડા (સ્વામી) ખાતે L & T કંપનીના કર્મચારીને માર મરાતા ચાર શખ્સો સામે પોલીસ ફરિયાદ
ગઢડા (સ્વામી) ખાતે L & T કંપનીના કર્મચારીને માર મરાતા ચાર શખ્સો સામે પોલીસ ફરિયાદ
બોટાદ જિલ્લાના ગઢડા શહેરમાં ઢસા રોડ વિસ્તાર પર એલ એન્ડ ટી કંપનીના કર્મચારીઓને માર મરાતા ગઢડા શહેરના કુલ ચાર ઈસમો સામે પોલીસ ફરિયાદ નોંધાયેલ છે. જેમાં ગઢડા પોલીસ મથકમાં ફરિયાદી જયદેવસિંહ કરણલાલ સિંહ, એલ એન્ડ ટી કંપનીના આઈ. આર ઓફિસર દ્વારા નોંધાવેલ ફરિયાદમાં જણાવેલ કે અમારા L&T કંપની આસીટંન્ડ કન્સ્ટ્રકશન મેનેજર રાજેશકુમાર બીધ્યાધર નાયક નાઓનો ફોન આવેલ કે હું તથા L&T કંપનીના સાઈડ એન્જીનિય કેસરભાઈ રાણાભાઈ ખટાણા નાઓ પાઈપ લાઈનનું રોજકામ માટે આજરોજ સાંજના ચારેક વાગ્યાની આસપાસ ગઢડા ખાતે વિભાભાઈ લક્ષ્મણભાઈ ચાવડા નાઓની વાડીએ ગયેલ હતા તે તે દરમિયાન ચાર ઈસમો આવી અને કર્મચારીઓને જેમ ફાવે તેમ ઢીંકા પાટોનો માર મારતા આખરે ગઢડા પોલીસ મથકમાં ચાર ઈસમો સામે ફરિયાદ નોંધાવેલ હતી
રિપોર્ટ નિકુંજ ચૌહાણ બોટાદ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.