રાજુલા જાફરાબાદ ખાંભા માં વાવાઝોડામાં નુકશાન થયેલ સૌર ઊર્જા સંચાલિત પંપસેટ ને નવા ખેતીવાડી રેગ્યુલર વીજ જોડાણ આપવા માંગ. - At This Time

રાજુલા જાફરાબાદ ખાંભા માં વાવાઝોડામાં નુકશાન થયેલ સૌર ઊર્જા સંચાલિત પંપસેટ ને નવા ખેતીવાડી રેગ્યુલર વીજ જોડાણ આપવા માંગ.


ધારાસભ્ય અંબરીષ ડેર એ ઉર્જા મંત્રી ને પત્ર લખી વીજ જોડાણ આપવા રજૂઆત કરી.

રાજુલા જાફરાબાદ ખાંભા વિસ્તારમાં વાવાઝોડાં નાં કારણે લોકો ને અનેક નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો ત્યારે ખેડૂતો ને સૌર ઊર્જા સંચાલિત પંપસેટ ને નુકસાન થતાં અત્યારે સિંચાઈ માટે વીજ પુરવઠો ની ખાસ જરૂરિયાત છે. ત્યારે ધારાસભ્ય ને રજૂઆત કરતા ધારાસભ્ય અંબરીષભાઈ ડેર દ્વારા ઉર્જા મંત્રી ને પત્ર લખીને રજૂઆત કરી હતી કે મારા વિધાનસભા મત વિસ્તારના વિવિધ ગામના 30 થી વધુ ખેડૂતો ની રજૂઆત અન્વયે તેઓએ ખેતીવાડી સિંચાઈ માટે સૌર ઊર્જા સંચાલિત સિંચાઈ પંપસેટ લીધેલ, જેમાં તેઓની સાથે કરેલા એગ્રીમેન્ટ મુજબ, સૌર ઉર્જા પંપસેટની માંગણી વાળા સર્વે નંબરમાં સૌર ઉર્જા પંપ મેળવ્યા તારીખ થી પાંચ વર્ષ સુધી પરંપરાગત કૃષિ વીજ જોડાણ મેળવવા હકદાર રહેશે નહીં તથા બધાજ લોકોને છ-સાત વર્ષ થયેલ હોય તેમ છતાં દોઢ વર્ષ પહેલા તા. 17/5/2021 માં આવેલ વિનાશક વાવાઝોડા થી રાજુલા-જાફરાબાદ વિસ્તારમાં લાખો રૂપિયાનું નુકસાન થયેલું જે પી.જી.વી.સી.એલ ની બધી જ કચેરીઓમાં નોંધ હશે જ. આ વાવાઝોડાથી સૌર પંપસેટને નુકસાન થવાથી ચાલતું ન હોવાથી ખેતીપાક અને વૃક્ષોને નુકસાન થઈ રહ્યું છે, તેથી તેઓએ રાજુલાની લોકલ પી.જી.વી.સી.એલ ની કચેરીમાં નવા ખેતીવાડી કનેક્શન માટે અરજી કરેલ હતી, પરંતુ ત્યાંથી સરકારની ખોટી પોલિસીથી રદ કરવાના પત્રો મોકલેલ છે, પરંતુ અરજદારો નિયમ મુજબ નવા પરંપરાગત કૃષિ વીજ લેવાના હકદાર છે, તો તેઓને સત્વરે વીજ કનેક્શન આપવા રજૂઆત કરી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.