રાજુલામાં ૧૦-૧૦ દિવસથી પૂરતા પ્રમાણમાં પાણી નહીં આવતા મહિલાઓ નગરપાલિકાએ પહોંચી - At This Time

રાજુલામાં ૧૦-૧૦ દિવસથી પૂરતા પ્રમાણમાં પાણી નહીં આવતા મહિલાઓ નગરપાલિકાએ પહોંચી


રાજુલા માં કચરાની 12 ગાડીઓ પૈકી પાંચ ગાડીઓ બંધ
આખું ગામ સુઈ જાય પછી રાતે દસ વાગ્યા પછી નગરપાલિકા જાગે છે અને પાણી આપે છે

રાજુલા શહેરમાં આજરોજ પાણીના ધાંધિયા બાબતે મહિલાઓ નગરપાલિકા કચેરીએ ઘસી ગઈ હતી પરંતુ ત્યાંથી વિલા મોયે પરત ફરી હતી કારણ કે અધિકારીઓ અને સત્તાધિશ્વ હાજર હતા નહીં અને કર્મચારીઓ દ્વારા બંધ પડીકું વાળીને અને મહિલાઓને પરત કરી દેવામાં આવી હતી

જાણવા મળતી વિગત મુજબ રાજુલા શહેરમાં છેલ્લા દસ દસ દિવસથી પાણીના ધાંધિયાઓ યથાવત રહેતા અને આ દિવાળીની સિઝનમાં પાણી નહીં આવતા મહિલાઓ ત્રાહિમામ પોકારી ગઈ છે ત્યારે અવારનવાર રજૂઆત કરવા છતાં કોઈ ઘટતી કાર્યવાહી કરવામાં નહીં આવતા આજરોજ વોર્ડ નંબર સાતની જાફરાબાદ રોડ પર રહેતી મહિલાઓ નગરપાલિકા કચેરીએ દોડી આવી હતી અને પાણી બાબતે રજૂઆત કરી હતી પરંતુ અધિકારીઓ અને પદાધિકારીઓ નગરપાલિકાના હાજર ન હતા અને સ્થાનિક અન્ય હાજર કર્મચારીઓએ ગોળ ગોળ જવાબ આપી અને પડીકું વાળી અને મહિલાઓને લીલાઓએ પરત કરી હતી. અત્રે નોંધનીય બાબત છે કે દિવાળીના તહેવારો છે ઘરની સફાઈ ચાલી રહી છે તેવા સમયે નગરપાલિકા તંત્ર પાણી બાબતે ધાંધ્યા કરતા ભારે રોષ વ્યાપી જવા પામ્યો છે અને આગામી સમયમાં જો પાણીનો પ્રશ્ન નહીં થાય આંદોલનની ચીમકી મહિલાઓ દ્વારા આપવામાં આવી છે

વોર્ડ નંબર 7 માં રહેતી મહિલાઓ શીતલબેન વાઘેલા રસીલાબેન વાઘેલા તેમજ રેણુકાબેન સહિતની મહિલાઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે છેલ્લા ઘણા સમયથી અમારા વિસ્તારમાં પાણી અનિયમિત છે અને 11 11 દિવસથી પાણી આવતું નથી અને જ્યારે જ્યારે આવે છે ત્યારે રાતના સમયે પાણી આવે છે જ્યારે ગામ સૂઈ જાય પછી પાણી આપવામાં આવે છે ત્યારે આજે ન છૂટકે નગરપાલિકા કચેરીએ આવવાની ફરજ પડી હતી પરંતુ અહીં સત્તાધીશો દ્વારા કોઈ પણ જવાબ આપવામાં આવેલ નથી ત્યારે આગામી સમયમાં હવે આવ સત્તાધીશો મત માગવા આવે એટલી જ વાર છે આનો જવાબ ચૂંટણી સમય આપવામાં આવશે તેમ જણાવ્યું હતું

આ ઉપરાંત રાજુલા શહેરમાં કચરાની બહાર કાઢ્યો છે જેમાંથી હાલ પાંચ ગાડીઓ બંધ છે અને માત્ર આઠ ગાડીઓ ચાલી રહી છે ત્યારે શહેરમાં કચરો ઉઠાવવાનો પણ મોટો પ્રશ્ન ઉપસ્થિત થયો છે ત્યારે રાજુલા શહેરના પાયાના ત્રણ પ્રશ્નો ગંદકી રોડ રસ્તા અને પાણીના પ્રશ્ન ઉકેલવામાં નગરપાલિકા તંત્ર પર નિષ્ફળ રહેતા તંત્ર સામે ભારે રોષ વ્યાપી જવા પામ્યો છે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon