રેલનગર બ્રિજના રિપેરિંગનું પણ ખાતમુહૂર્ત કરી ફોટોસેશન !
રાજકોટ મહાનગરપાલિકાના હોદ્દેદારો, રાજનેતાઓને ફોટોસેશન એટલું વહાલું છે કે માઠા પ્રસંગે નહાવા માટે બનાવાયેલા સ્નાનાગારના ખાતમુહૂર્તમાં પણ પહોંચી જાય છે. એટલું જ નહિ જે કામ ચાલુ હોય તેને ફરીથી ખાતમુહૂર્ત કરાવાય છે. આવું જ રેલનગર અન્ડરબ્રિજમાં બન્યું છે. આ બ્રિજ મનપાની નિષ્ફળતાનું પ્રતીક છે. કરોડો રૂપિયાના ખર્ચ બાદ પણ પાણી ભરાયેલા રહે છે એટલે હવે બીજા 56 લાખ રિપેરિંગ માટે ખર્ચાશે છતાં આ ફોટોસેશનમાં હાજર રહી ધારાસભ્ય ઉદય કાનગડ, મેયર નયનાબેન પેઢડિયા, બાંધકામ સમિતિ ચેરમેન ભાવેશ દેથરિયા, વોર્ડ નં.3ના કોર્પોરેટર બાબુ ઉધરેજા, કુસુમબેન ટેકવાણીએ અભરખા પૂરા કર્યા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.