હિંમતનગર તાલુકાના ઇલોલ-કનાઈ ગામોને જોડતા ગડનારાને ઊંચું કરવા બન્ને ગામના ગ્રામજનોની ઉગ્ર માંગ..
હિંમતનગર તાલુકાના ઇલોલ-કનાઈ ગામોને જોડતા ગડનારાને ઊંચું કરવા બન્ને ગામના ગ્રામજનોની ઉગ્ર માંગ..
ઉપરોક્ત બાબતે ગ્રામજનો એ વારંવાર રજૂઆત કરવા છતાં આ પ્રશ્નનું નિરાકરણ આવતું નથી.વઘુમાં ગઈકાલે તેમજ તેના પહેલા પણ જ્યારે જ્યારે અડધોઇંચ પણ વરસાદ આવે ત્યારે ઇલોલ-કનાઈને જોડતો રસ્તો બંધ થઈ જાય છે.આ બન્ને ગામમાં જવા આવવા આ એકજ રસ્તો છે જેથી વરસાદના સમય દરમિયાન કોઈપણ વ્યક્તિ બીમાર હોય કે ધંધા રોજગાર તેમજ અભ્યાસમાટે જવું હોય તો જઈશકતા નથી.આ બાબતે તાલુકા સદસ્યશ્રી તેમજ કોંગ્રેસના ગુજરાત મહામંત્રી,સરપંચશ્રી તેમજ બન્ને ગામના નાગરિકોએ વારંવાર મૌખિક રજુઆત કરવા છતાં સરકારશ્રીની આંખો ઉઘડતી નથી તો શું કોઈ અજુગતો બનાવ બનશે ત્યારે સરકાર જાગશે?આ બાબતે આ બન્ને ગામને જોડતા આ ગડનારાને ઊંચું કરી સરકારશ્રી નિરાકરણ કરી આપે તેવી બન્ને ગામોના નાગરિકોની સરકાર સમક્ષ ઉગ્ર માંગ છે...
અહેવાલ ચીફ બ્યુરો સાબરકાંઠ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.