વિરપુર તાલુકાના સાલૈયા ગામની શ્રી એમ.વી. પટેલ હાઈસ્કૂલના શિક્ષક ડૉ.રમેશ પરમારે પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી... - At This Time

વિરપુર તાલુકાના સાલૈયા ગામની શ્રી એમ.વી. પટેલ હાઈસ્કૂલના શિક્ષક ડૉ.રમેશ પરમારે પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી…


મહિસાગર જીલ્લાના વિરપુર તાલુકાના સાલૈયા ગામની શ્રી એમ વી પટેલ હાઈસ્કૂલના ઉચ્ચત્તર માધ્યમિક વિભાગમાં સમાજશાસ્ત્ર વિષયમાં મદદનીશ શિક્ષક તરીકે ફરજ બજાવતા રમેશભાઈ કે.પરમારે "સમાજ સુધારક સરદાર પટેલ એક સમાજશાસ્ત્રીય અભ્યાસ"વિષય ઉપર સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભવિદ્યાનગર માંથી પીએચ.ડી.નો અભ્યાસ પૂર્ણ કરી ડૉક્ટર ઓફ ફિલોસોફીની પદવી પ્રાપ્ત કરતાં આચાર્ય શ્રી ધમેૅશભાઈ પટેલ તથા સમગ્ર શાળા પરિવારે હર્ષની લાગણી સાથે ખૂબ આગળ વધો એવી શુભેચ્છાઓ સાથે અભિનંદન પાઠવ્યા હતા...

રિપોર્ટર . પ્રકાશ ઠાકોર વિરપુર મહીસાગર


7874548503
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.