MGVCL દ્વારા વીજ ચોરી કરતાં 147 કનેક્શન ઝડપી પાડ્યા ચોરી ઝડપાતા કુલ 23.28 લાખનો દંડ - At This Time

MGVCL દ્વારા વીજ ચોરી કરતાં 147 કનેક્શન ઝડપી પાડ્યા ચોરી ઝડપાતા કુલ 23.28 લાખનો દંડ


મહીસાગર જીલ્લા MGVCL દ્વારા વીજ ચોરી કરતા લોકો સામે MGVCL દ્વારા કડક કાર્યવાહી કરી રહી છે. છેલ્લા સપ્તાહથી મહીસાગર જિલ્લાની લુણાવાડા વિભાગીય કચેરી દ્વારા જિલ્લાના અલગ અલગ તાલુકાના વિવિધ વિસ્તારના ગામોમાં વીજ ચોરી અંગેનું ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે. જેમાં કેટલાક વીજ જોડાણો ચોરી કરતા ઝડપતા લાખો રૂપિયાનો દંડ ફટકારી કાર્યવાહી કરવામાં આવી છે.મધ્ય ગુજરાત વીજ કંપની વિભાગીય કચેરી લુણાવાડા દ્વારા વીજ ચોરી અટકાવવા માટે અલગ અલગ ટીમો બનાવી ડ્રાઈવ યોજવામાં આવી રહી છે અને વીજ જોડાણોમાં ચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. MGVCL દ્વારા અલગ અલગ ટિમો બનાવી ચેકીંગ હાથ ધરાયું હતું. જેમાં લુણાવાડા તાલુકામાં 140 વીજ જોડાણોમાં ચેકીંગ હાથ ધરાયું. જેમાંથી 40 વીજ જોડાણો ચોરી કરતા પકડાયા છે. જેમાં કુલ 9.92 લાખ દંડ ફટકારવામાં આવ્યો છે. ખાનપુર તાલુકામાં 170 વીજ જોડાણોમાં ચેકીંગ દરમિયાન 46 વીજ જોડાણો ચોરી કરતા ઝડપાતા 5.39 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.