ઉદયપુર મર્ડર કેસ: સીએમ અશોક ગેહલોતે કન્હૈયાલાલના પરિવારની મુલાકાત લીધી - At This Time

ઉદયપુર મર્ડર કેસ: સીએમ અશોક ગેહલોતે કન્હૈયાલાલના પરિવારની મુલાકાત લીધી


- અશોક ગેહલોતે કન્હૈયાલાલના પરિવારને 51 લાખનો ચેક આપ્યો હતોઉદયપુર, તા. 30 જૂન 2022, ગુરૂવારCM અશોકે ગેહલોત(CM Ashok Gehlot)એ ગુરૂવારે ઉદયપુર પહોંચીને હત્યાનો શિકાર બનેલા કન્હૈયાલાલના પરિવારજનોની મુલાકાત લીધી હતી. CM ગેહલોતે કન્હૈયાલાલના પરિવારજનોને સાંત્વના આપતા સમગ્ર ઘટના વિશે વાત કરી હતી. ગેહલોત કન્હૈયાલાલની માતા બાળકો અને પત્નીને મળ્યા હતા. આ દરમિયાન તેમણે તેમને 51 લાખનો ચેક આપ્યો હતો. ગેહલોતે કન્હૈયાલાલના એક પુત્રને નોકરી અપાવાનું આશ્વાસન આપ્યું હતું. કન્હૈયાલાલના પરિવારજનો સાથે મુલાકાત બાદ સીએમ અશોક ગેહલોતે મીડિયાને જણાવ્યું કે, કન્હૈયાની હત્યાથી સમગ્ર દેશ દુ:ખી છે. અપરાધીઓને ટૂંક સમયમાં સજા આપવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. ગેહલોતે કહ્યું કે, પોલીસે આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરવામાં આવી હતી. ગેહલોતે કહ્યું કે NIAએ જનતાની ભાવના અનુસાર ઝડપથી તપાસ કરશે. રાજ્યની એજન્સીઓ NIAને સંપૂર્ણ સહયોગ કરશે. મુખ્ય સચિવ અને પોલીસ મહાનિર્દેશક પણ સાથે ગેહલોત સાથે પહોંચ્યાકન્હૈયાલાલના સંબંધીઓ સાથેની મુલાકાત દરમિયાન સીએમ અશોક ગેહલોત સાથે પીસીસી ચીફ ગોવિંદ સિંહ દોતાસરા, ગૃહ રાજ્ય મંત્રી રાજેન્દ્ર યાદવ, ડીજીપી એલએલ લાથેર અને સીએસ ઉષા શર્મા પણ હાજર રહ્યા હતા. અજમેર ઝાકર કોન્સ્ટેબલ સાથે પણ કરશે મુલાકાતજે બાદ સીએમ અશોક ગેહલોત એમબીએસ હોસ્પિટલ પહોંચ્યા હતા. ત્યાં તેઓ ઘટનાના સાક્ષી અને કન્હૈયાલાલ સાથે કામ કરનાર ઈશ્વર સાથે મુલાકાત કરી હતી. હુમલાખોરોએ ઈશ્વર પર પણ હુમલો કર્યો હતો. તેમાં તે ઘાયલ થયો હતો. સીએમનો આજે અજમેર જવાનો પણ કાર્યક્રમ છે. ત્યાં તેઓ બુધવારે રાજસમંદ જિલ્લાના ભીમમાં વિરોધ પ્રદર્શન દરમિયાન ઘાયલ થયેલા કોન્સ્ટેબલ સાથે મુલાકાત કરશે. કન્હૈયાલાલની બે દિવસ પહેલા બે હુમલાખોરોએ તેમની દુકાનમાં ઘૂસીને ધોળા દિવસે હત્યા કરી નાખી હતી. ત્યારબાદ રાજ્યભરમાં આ ઘટનાના કારણે તણાવની સ્થિતિ સર્જાઈ હતી. સ્થિતિ પર કાબુ મેળવવા માટે સમગ્ર રાજસ્થાનમાં ઈન્ટરનેટ બંધ કરવામાં આવ્યું છે અને ધારા 144 લાગુ કરવામાં આવી છે. 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.