લ્યો બોલો બોટાદમાં નીતિ નિયમ નેવે મુકી TRB જવાન ટ્રાફિક પોલીસ કેમ્પસ ચલાવી રોલા પાડે છે
લ્યો બોલો બોટાદમાં નીતિ નિયમ નેવે મુકી TRB જવાન ટ્રાફિક પોલીસ કેમ્પસ ચલાવી રોલા પાડે છે
TRB જવાન ગુજરાત પોલિસનું ટીશર્ટ પહેરી ગાડી ચલાવે છે
બોટાદ જિલ્લા ટ્રાફિક પોલીસ પાસે ટ્રાફિક ગાડી ચલાવી શકે તેવા ડ્રાઈવર હોવા છતાં પણ TRB(ટ્રાફિક બ્રિગેડ) જવાન ગુજરાત પોલીસ નું ટીશર્ટ પહેરી હાઇવે ટ્રાફિક પેટ્રોલિગ કેમ્પસ ચલાવી રોલા પાડી રહ્યો છે તો શું TRB(ટ્રાફિક બ્રિગેડ) કાયદો લાગુ ન પડતો હોય તેમ TRB (ટ્રાફિક બ્રિગેડ) વાન રોડ પર ચલાવી સીન સપાટા નાખે છે અને આ ટ્રાફિક પોલીસ ગાડી ને નિયમ લાગુ ન પડતા હોય તેમ રોડ પર મરજી પડે ત્યા પાર્કિગ કરી રોલા પાડે છે જયારે સામાન્ય નગરજનો રોડ પર પોતાનું વાહન પાર્ક કરે તો ટ્રાફિક પોલીસ દ્વારા વાહન માલિક ને કાયદા નો પાઠ ભણાવી દંડ વસુલ કરવામાં આવે છે તો શું ? સામાન્ય નગરજનો નેજ નીતિ નિયમો લાગુ પડે ટ્રાફિક પોલીસ ને નીતિ નિયમો અને કાયદો લાગુ પડતો નથી બોટાદ જિલ્લા પોલીસ દ્વારા શોષ્યલ મીડિયા મારફતે તેમજ ઓટો રીક્ષા માં બેનરો લગાડી નગરજનો પોલીસ ને યુનિફોર્મ થી ઓળખો તેવી જાહેરાત પણ કરવામાં આવી હતી અને TRB જવાનને ફક્ત પોલીસ ની સહાયતા માં રહી ને કાર્ય કરવાનું હોય છે અને TRB જવાનને માત્ર ને માત્ર ટ્રાફિક સંચાલન કરવાનું હોય છે જયારે બોટાદ માં TRB જવાન હાઇવે ટ્રાફિક કેમ્પસ ખુલ્લેઆમ ચલાવી રહ્યો છે તો શું આ TRB જવાન ને કાયદાનો પાઠ ભણાવશે ખરું.
પ્રતિનિધિ વનરાજસિંહ ધાધલ
તસ્વીર ધવલ ગાબુ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.