સાયલા તાલુકાના બ્રહ્મપુરી ગામે દર ચોમાસે અનેક ગામોને અવરજવર ની મુશ્કેલી.
સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના બ્રહ્મપુરી ગામે 7થી 8 ગામોને જોડતો પુલ જર્જરીત હાલતમાં જોવા મળે છે. અગાઉના સમયમાં રજૂઆત કરેલી હોવા છતાં આ કામગીરીને કોઈ ધ્યાનમાં લેતું નથી. લોકોની માંગ છે કે વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ રાજકીય આગેવાનો આવતા નથી. આજુબાજુના ગામના રહેશો ને કેવું છે અમારે કોઈ દવાખાને જવાની તકલીફ પડે છે, પશુઓને લઈ જવા, શિક્ષકોને ચાલવામાં પણ મુશ્કેલ પડે છે તેમજ તેમના વાહનો સામે કાંઠે મેકીને ચાલીને જવું પડે છે, ખેડૂતોને પણ ભારે મુશ્કેલી પડે છે, વાહનો ના અકસ્માતો નાં બનાવો બને છે જેવાં અનેક પ્રશ્નો જેવી ગ્રામજનોને આ હાલાકી ભોગવી પડે છે. આજુબાજુ ગામ ના શિક્ષકો તેમજ ગ્રામજનોની રજૂઆત છે કે આ પુલ ઊંચો બનાવવામાં આવે અને અમારી વાત સરકાર સુધી પહોંચાડવામાં આવે.
અહેવાલ ..જેસીંગભાઇ સારોલા
રિપોર્ટર : રણજીતભાઈ ખાચર
સાયલા, જી, સુરેન્દ્રનગર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.