સુરેન્દ્રનગરના થાનગઢમાં આવેલ ભોયરેશ્વર મહાદેવ મંદિરના બાપુ રામનાથગીરી ગુરુમહારાજે કરપડા પરિવારની આસ્થા અને શ્રદ્ધાનું માન રાખી સ્કોર્પિયો S11 New કારનું દાન સ્વીકાર્યું*
થાનગઢ: દાનેશ્વરોની પવિત્ર ભૂમિ તરીકે પ્રખ્યાત છે આ પંથકમાં અનેક પ્રાચીન મંદિરો આવેલા છે. દરેક ધાર્મિક અને પૌરાણિક સ્થાન પાછળ એક ઇતિહાસ છે. આવું જ એક પ્રાચીન મંદિર ભોયરેશ્વર વિસ્તારમાં ભોયરેશ્વર મહાદેવનું મંદિર છે. અસંખ્ય શ્રદ્ધાળુ ભક્તો દર્શનાર્થે અહીં આવે છે. ભક્તો દર્શનથી ખુશખુશાલ બની જાય છે. છેલ્લા ઘણા વર્ષોથી પૂજ્ય રામનાથગીરી ગુરુમહારાજ અહીં સેવા કરે છે. રામનાથગીરી ગુરુમહારાજની પૂજા એટલી બધી આસ્થાપૂર્વકની હોય છે કે, જે દરેક ભક્તોને એમને એમની શ્રદ્ધા તરફ દોરી જતી હોય છે. એમની કર્મકાંડ પ્રવૃત્તિ દરેક ભક્તોને આનંદ અને ઉત્સાહ જગાડે છે. એમની સેવા મંદિર પૂજાથી અભિભૂત થઈ સ્વર્ગસ્થ અનકભાઈ આપાભાઇ કરપડા અને ભરતભાઈ અનકભાઈ કરપડા પરિવાર તરફ એમનું ધ્યાન જતા સદર પરિવારના સૌજન્યથી સ્કોર્પિયો S11 New કાર ભેટમાં અપાઈ છે. ભક્તની આસ્થા અને શ્રદ્ધાનું માન રાખીને બાપુએ આ કારનું દાન સ્વીકાર્યું હતું. મંદિર તથા રામનાથગીરી બાપુને અર્પણ કરેલ સ્કોર્પિયો ગાડીની અંદાજે કિંમત રૂ. વીસ લાખ જેટલી જણાવાય છે.
રિપોર્ટર જયેશભાઇ મોરી
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.