શ્રાવણ માસ શનિવાર નિમિતે શ્રીકષ્ટભંજનદેવ દાદાને ડ્રાયફ્રુટના વાઘા- સૂર્યમુખીની થીમવાળો શણગાર એવં ડ્રાયફ્રુટનો અન્નકૂટ - At This Time

શ્રાવણ માસ શનિવાર નિમિતે શ્રીકષ્ટભંજનદેવ દાદાને ડ્રાયફ્રુટના વાઘા- સૂર્યમુખીની થીમવાળો શણગાર એવં ડ્રાયફ્રુટનો અન્નકૂટ


સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પણ શ્રાવણ મહિનાની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છેત્યારે આજે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી પ્રેરણા અને કોઠારી વિવેકસાગર સ્વામિના માર્ગદર્શનથી શ્રાવણ માસ ભવ્ય મહોત્સવ અંતર્ગત તા.17-08-2024ને શનિવારના રોજ શ્રી કષ્ટભંજનદેવ દાદાને ડ્રાયફ્રુટના વાઘા- સૂર્યમુખીની થીમવાળો શણગાર કરી સવારે 05:30 કલાકે મંગળા આરતી પૂજારી સ્વામી દ્વારા તથા શણગાર આરતી શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશદાસજી- અથાણાવાળા દ્વારા કરવામાં આવેલ શ્રીકષ્ટભંજનદેવ દાદાને ડ્રાયફ્રુટના વાઘા અને સૂકી દ્રાક્ષ કિશમિસ, જરદાલુ, અંજીર, બદામ ,કાજુ, પિસ્તા અને ખજૂર વિગેરેનો અન્નકૂટ ધરાવી બપોરે 11:30 કલાકે ડ્રાયફ્રુટ અન્નકૂટ આરતી શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી- અથાણાવાળા દ્વારા કરવામાં આવેલ આજે દાદાને કરાયેલા શણગાર વિશે પૂજારી સ્વામીએ જણાવ્યું કે, આજે શ્રાવણ મહિનાના પવિત્ર શનિવાર નિમિત્તે દાદાને વિશેષ ડ્રાયફ્રુટના વાઘા અને સિંહાસને સૂર્યમુખીની થીમવાળો શણગાર કરાયો છે દાદાના ડ્રાયફ્રુટના વાઘા ત્રણ દિવસની મહેનતે રાજકોટમાં તૈયાર થયા છે તો, દાદાના સૂર્યમુખીની થીમ ચાર દિવસની મહેનતે વડોદરામાં તૈયાર થઈ છે આજે દાદાને 2 હજાર કિલો ડ્રાયફ્રુટનો અન્નકૂટ ધરાવાશે. આ અન્નકુટ માટે ડ્રાયફ્રુટ અમદાવાદથી મંગાવવામાં આવ્યા છ શ્રાવણ માસ દરમિયાન શ્રી હનુમાન ચાલીસા પાઠ અનુષ્ઠાનનુ આયોજન કરવામાં આવેલ. તેમજ શ્રીહરિ મંદિરમાં દિવ્ય હિંડોળાના તેમજ મંદિર પટાંગણમાં યજ્ઞશાળામાં મારુતિ યજ્ઞના અનેરા દર્શનનૉ લાભ લઈ ધન્યતાનો અનુભવ કરેલ.

બોટાદ બ્યુરો:ચિંતન વાગડીયા

મો:૮૦૦૦૮૩૪૮૮૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.