RPF હિંમતનગર દ્વારા યાત્રી જાગરૂકતા અભિયાન શરૂ કરાયું
અમદાવાદ ડિવીઝનના સિનિયર ડિવીઝન સિક્યુરિટી કમિશનર બીનોદકુમારના માર્ગદર્શન અનુસાર તાજેતરમાં હિંમતનગર રેલવે પીઆઇ શિવનાથ મીનાની આગેવાની હેઠળ પીએસઆઇ હરેશ ચૌહાણ તેમજ સ્ટાફ દ્વારા હિંમતનગર રેલવે સ્ટેશન પર યાત્રી જાગૃત્તતા અભિયાનનું આયોજન કરાયું હતુ. જેમાં યાત્રીઓને યાત્રા દરમિયાન રાખવી પડતી સાવધાની બાબતે જાણકારી અપાઈ હતી. કોઈ બાળક એકલું હોય તો તરત જ રેલવે હેલ્પલાઇન ૧૩૯ પર જાણ કરવી જોઈએ, ચાલુ ટ્રેનમાં ચડવું કે ઉતરવું નહીં કોઈપણ અજાણી વ્યક્તિ પાસેથી કોઈ પણ ખાવા પીવાની ચીજ વસ્તુઓ ખાવી નહીં, મોબાઈલ ફોનથી ચાલુ ટ્રેનમાં સેલ્ફી લેવી નહીં, રાત્રી યાત્રા દરમિયાન બારી દરવાજા બંધ રાખવા, ટિકિટ લઈને જ યાત્રા કરવી હિતાવહ છે.
9601289607
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.