નવી કવિતા શીર્ષક :- જીવનની રેલગાડી - At This Time

નવી કવિતા શીર્ષક :- જીવનની રેલગાડી


*સફરનીભરતી*
ચાલ જિંદગી આજે એક નવી
સફરની મુસાફરી કરાવું ;

દુઃખના વિમાસણરૂપી વમળોમાંથી
સુખોની મીઠી મઝધાર બતાવું;
ચાલ.......

અંધશ્રદ્ધાની ઊંડી ખાયમાંથી
વિશ્વાસનો નૂતન દીપક જલાવું ;
ચાલ........

શંકારૂપી અગાધ સમુદ્રમાંથી
સમાધાનની નવી કેડી વર્ણવું;
ચાલ.........

નસીબના તોલના ઝૂલણાંમાંથી
મહેનતના મોસમથી વાકેફ કરાવું;
ચાલ........

સ્વાર્થથી સંકોચાયેલા પર્ણમાંથી
પરમાર્થની પુષ્પ સુગંધ ફેલાવું;
ચાલ......

~*ચંદ્રાનલ*


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.