મહેર સમાજ દેગામ આયોજીત તેજસ્વી વિદ્યાર્થી સન્માન સમારોહ તથા દાતાઓનો અભિવાદનનો કાર્યક્રમ સંપન્ન - At This Time

મહેર સમાજ દેગામ આયોજીત તેજસ્વી વિદ્યાર્થી સન્માન સમારોહ તથા દાતાઓનો અભિવાદનનો કાર્યક્રમ સંપન્ન


ગોસા(ઘેડ)તા.૦૩/૧૨/૨૦૨૪
પોરબંદર તાલુકાના બરડા પંથકના દેગામ મહેર સમાજ તરફથી તેજસ્વી વિદ્યાર્થી સન્માન સમારોહ અને દાતાશ્રીઓના અભિવાદનનો કાર્યક્રમ ગ્રામજનોની વિશાળ સંખ્યાની ઉપસ્થિતિમાં દેગામ પ્રાથમિક શાળા ખાતે સંપન્ન થયો હતો.
દેગામ પ્રાથમિક શાળા માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ જેઓ પરીક્ષામાં સારા માર્ક્સ મેળવી પાસ થયેલ હોય તેવા તમામ તેજસ્વી વિદ્યાર્થીઓને શિલ્ડ આપી તેમનો સન્માન સમારોહ,તથા દેગામ પ્રાથમિક શાળા તથા દેગામ સીમ શાળા નં ૨,માં જરૂરિયાત મુજબ સ્ટેજ તથા શેડ બનાવવા માટે જે જે દાતાશ્રી ઓ તરફથી અનુદાન આપવામાં આવેલ તે તમામ દાતાશ્રીઓના અભિવાદન કાર્યક્રમ *મહેર સમાજ દેગામ* તરફથી આજ રોજ રાખવામા આવેલ હતો.
આ કાર્યક્રમ માં મહેર સમાજ દેગામ નાં પ્રમુખ શ્રી ભીમભાઇ સુંડાવદરા,,ઉપ પ્રમુખોમાં વિસાભાઈ તથા ગીજુભાઈ, પોરબંદર તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન વિરમભાઈ સુંડાવદરા, દેગામ ગામના ઉપ સરપંચ સામતભાઇ તથા દેગામ ગામના આગેવાનોમાં બાબુભાઈ ઓડેદરા, કેશુભાઈ, વેજાભાઈ, અરજનભાઇ, મુરજીભાઇ લાડવા, સુરેશભાઇ ખરા ઉપરાંત વાલીઓ, પ્રાથમિક શાળાનાં પ્રિન્સીપાલ કોશિકભાઈ મોતીવરસ,શિક્ષણ સ્ટાફગણ અને ગ્રામજનોની બહોળી સઁખ્યાની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ સારી રીતે સંપન્ન થયો હતો. દેગામ પ્રાથમિક શાળા તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન અને ગામના દાતાઓના અભિવાદન ના કાર્યકર્મનું સફળ સંચાલન બાબુભાઇ ઓડેદરા અને શાળા ના પ્રિન્સિપાલ કૌશિકભાઈ મોતીવરસ દ્વારા કરવામાં આવેલ હતું.
રિપોર્ટર :-વિરમભાઈ કે. આગઠ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image