શ્રી નાનચંદ્રજી મહારાજ સાહેબ પે સેન્ટર સ્કૂલ નં-૩ સાયલામાં આજે ધો.૮ ની વિદ્યાર્થિનીઓનો વિદાય-સન્માન કાર્યક્રમ અને સાંસ્કૃતિક કાર્યક્રમ રાખવામાં આવેલ હતો. - At This Time

શ્રી નાનચંદ્રજી મહારાજ સાહેબ પે સેન્ટર સ્કૂલ નં-૩ સાયલામાં આજે ધો.૮ ની વિદ્યાર્થિનીઓનો વિદાય-સન્માન કાર્યક્રમ અને સાંસ્કૃતિક કાર્યક્રમ રાખવામાં આવેલ હતો.


કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી કરવામાં આવી હતી.ત્યારબાદ આચાર્ય અને શિક્ષકો દ્વારા દીકરીઓને સારા ભવિષ્ય માટે શિક્ષણનું મહત્વ શું? વિશે સમજાવ્યું હતું.સૌ દીકરીઓને અભ્યાસ ચાલુ રાખવા અને ઉચ્ચ અભ્યાસ કરવા પ્રેરણા આપી હતી.વિદ્યાર્થિનીઓએ પણ શાળાના સંસ્મરણો વાગોળતા વક્તવ્યો આપ્યા હતા.
શાળાની દીકરીઓએ જાતે તૈયાર કરેલ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરીને હાજર સૌને મંત્રમુગ્ધ કર્યા હતા.બાળકોમાં રહેલ શક્તિઓને ઉજાગર કરતા કાર્યક્રમથી સૌ પ્રભાવિત થયા.
કાર્યક્રમને અંતે આભારવિધિ બાદ સૌ દીકરીઓને શાળાના શિક્ષકો દ્વારા શિખંડ,પુરી,શાક,છાશનું પ્રીતિ ભોજન કરાવ્યું હતું.શાળાના મધ્યાહન ભોજન સંચાલિકા બેન અને રસોઈયા બહેનો દ્વારા રસોઈ બનાવીને સેવા પૂરી પાડી હતી.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષક રાજુભાઈ જોગરાણા દ્વારા કરવામાં આવ્યું.વિચારોની ગોષ્ઠિ સાથે સ્ટાફ મિત્રોએ ભોજન લીધા બાદ સૌ છૂટા પડ્યા હતા.

રિપોર્ટર : રણજીતભાઈ ખાચર
સાયલા, જી, સુરેન્દ્રનગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.