આજ થી બોટાદ શહેરમાં ગ્રામીણ સુવિધા કેન્દ્ર નો બીજી શાખા નો પ્રારંભ - At This Time

આજ થી બોટાદ શહેરમાં ગ્રામીણ સુવિધા કેન્દ્ર નો બીજી શાખા નો પ્રારંભ


સૌરાષ્ટ્રના લોકોને ધરબેઠા બધી જ ઓનલાઈન સુવિધા મળે તે માટે બોટાદ માં ગ્રામીણ સુવિધા કેન્દ્ર ની બીજી શાખા નો પ્રારંભ, ઉલ્લેખનીય છે કે ગ્રામીણ સુવિધા કેન્દ્રની બોટાદની પહેલી શાખાને લોકોનો બહોળો પ્રતિસાદ મળ્યો છે. જેનું સંચાલન મયુરભાઈ દેસાઈ તથા રાહુલભાઈ સેલાણા દ્વારા કરવામાં આવે છે.
સ્ટાર્ટઅપ ઈન્ડિયાની મુહિમ હેઠળ શ્રીમતી જલ્પાબેન દર્શિતભાઈ આહ્યા દ્વારા ગ્રામીણ સેવા કેન્દ્રની બોટાદ ખાતે બીજી શાખા શરુ કરેલ છે.
ગ્રામીણ વિવારત્ન પ્રા.લી ના સફળ સોપાન એવા ગ્રામીણ સુવિધા કેન્દ્ર કે જેના હાલ ધ્રોલ, બોટાદ, બરવાળા, ગઢડા, શિહોર, વિછીયા, ચોટીલા, રાણપુર ના કેન્દ્રો ખુબજ સફળતા પૂર્વક કર્યા કરી રહ્યા છે ત્યારે , આજ રોજ અષાઢી બીજ ના દિવસે ગ્રામીણ સુવિધા કેન્દ્રની બોટાદ ખાતે બીજી શાખાનું ઉધાઘાટન કરેલ છે, જે દુકાન નં.૫, મેઘાણી ચેમ્બર્સ, બેંક ઓફ બરોડા પાસે, હવેલી ચોક, પાળીયાદ રોડ ખાતે આજના શુભ દિવસથી બોટાદ જિલ્લાના લોકો માટે કાર્યરત છે.
હાલમાં નરેન્દ્રભાઈ મોદીની સરકાર દ્વારા રજુ કરેલ બજેટમા પણ ગ્રામ્ય સુવિધા અને ગ્રામ્ય ઉન્નતીનું લક્ષ્ય ધ્યાનમાં રાખવામાં આવેલ હોય ત્યારે ગ્રામીણ સુવિધા કેન્દ્ર ખાતે આપવામાં આવતી જુદી-જુદી સેવાઓ જેવી કે પાન કાર્ડ, ડિજીટલ સિગ્નેચર, MSME લાયસન્સ, ઈ-સ્ટેમ્પીંગ, ગેઝેટ, ઇન્કમટેક્સ રીટર્ન, GST રજીસ્ટ્રેશન, GST રીટર્ન, સબસીડી, મેરેજ (લગ્ન) રજીસ્ટ્રેશન ફોર્મ, એકાઉન્ટીંગ, CIBIL REPORT, PF રજીસ્ટ્રેશન / રીટર્ન, ESI રજીસ્ટ્રેશન / રીટર્ન, ISO સર્ટિફિકેશન, FSSAI રજીસ્ટ્રેશન, ઈમ્પોર્ટ-એક્સપોર્ટ લાયસન્સ, ટ્રસ્ટ રજીસ્ટ્રેશન, દસ્તાવેજને લગતા કામ, મની ટ્રાન્સફર, માઈક્રો ATM, ટ્રેડમાર્ક, ભાગીદારી પેઢી રજીસ્ટ્રેશન, વેલ્યુએશન સર્વિસ, ગવર્મેન્ટ ટેન્ડર ને લગતી સર્વિસ, GSME રજીસ્ટ્રેશન, વારસાઈ નોંધ, પ્રોજેક્ટ રીપોર્ટ / CMA, પાસપોર્ટ, લીગલ સર્વિસ, કોર્ટને લગતા કામો, દરેક પ્રકારના વીમા, રેલવે / બસ / ફ્લાઈટ ટિકિટ બુકિંગ, સ્પર્ધાત્મક પરીક્ષાઓ ના તથા સબસીડી ના ફોર્મ, મોબાઈલ / DTH રીચાર્જ, ઈ-શ્રમ કાર્ડ, નોન-ક્રિમમિલીયર ફોર્મ, આવક/જાતી ફોર્મ, ડોમીસાઈલ ફોર્મ, રેશનકાર્ડનાં દરેક ફોર્મ, વિધવા સાહ્ય ફોર્મ, આધારકાર્ડ ફોર્મ, માં વાત્સલ્યકાર્ડ ફોર્મ, કુંવરબાઈનામામેરાના ફોર્મ, વ્હાલી દિકરીના ફોર્મ વગેરે ને લગતું તમામ કામ એક જ જગ્યાએથી થશે.
ગ્રામીણ સુવિધા કેન્દ્ર નો ઉદ્દેશ હમેશા ગ્રામ્ય લોકોના કાર્યો સરળતાથી થાય અને ગ્રામજનો તેનો સૌથી વધુ ફાયદો મેળવી સકે તે જ રહ્યો છે, ઓનલાઇન કામો માં પડતી તકલીફ કે હાલાકી નો અંત કરી ને આપણા જિલ્લાના લોકોને એક જ જગ્યા એ થી ઘેર બેઠા બધી સેવાઓ મળી શકે એ માટે નો છે.
આ અવસર માટે શ્રીમતી જલ્પાબેન દર્શીતભાઈ આહ્યા અને હિરેન ડઢાણીયા અને ટીમ ગ્રામીણ સુવિદ્યા કેન્દ્ર દ્વાર ઉદઘાટન વિધિ કરેલ છે. જેમાં બોટાદ જિલ્લા તથા આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના અગ્રણીઓની હાજરીમા કરેલ છે ઉપરાંત માં આ કેન્દ્ર નું સંચાલન અર્જુનભાઈ નિમાવત ,વિમલભાઈ ગોહિલ, વિજયભાઈ લકુમ દ્વારા કરવામાં આવશે. તમારા કોઈપણ પ્રશ્નો માટે તમે ગ્રામીણ સુવિધા કેન્દ્રના હેલ્પલાઇન નંબર. ૯૮૭૭૯૩૩૭૯૩ ઉપર સંપર્ક કરી શકો છો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.