૧ જુલાઈ ૨૦૨૨થી અમદાવાદ મંડળના વિવિધ રેલ્વે સ્ટેશનો પર એટીવીએમ/યુટીએસ એપ દ્વારા અનારક્ષિત ટિકિટ ડિજિટલ ચુકવણીથી પ્રાપ્ત કરી શકાશે. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/jpemgveyytbi4e42/" left="-10"]

૧ જુલાઈ ૨૦૨૨થી અમદાવાદ મંડળના વિવિધ રેલ્વે સ્ટેશનો પર એટીવીએમ/યુટીએસ એપ દ્વારા અનારક્ષિત ટિકિટ ડિજિટલ ચુકવણીથી પ્રાપ્ત કરી શકાશે.


પશ્ચિમ રેલ્વે ના અમદાવાદ મંડળના મણિનગર, અમદાવાદ, સાબરમતી, વિરમગામ, કલોલ, પાટણ, મહેસાણા, પાલનપુર, ગાંધીધામ અને ભુજ રેલ્વે સ્ટેશન પર મુસાફરો તારીખ 01/07/2022 થી એટીવીએમ દ્વારા સ્વયં અનારક્ષિત ટિકિટ બુક કરીને મુસાફરી કરી શકે છે અને 01/07/2022 થી, યુટીએસ એપ ફરીથી તમામ મુસાફરોના ઉપયોગ માટે ઉપલબ્ધ છે, યુટીએસ એપ ના માધ્યમથી મુસાફરો ડિજિટલ પેમેન્ટ કરીને ઓનલાઈન અનારક્ષિત ટિકિટો (યાત્રા,પ્લેટફોર્મ અને સીઝન ટિકિટ) મેળવી શકે છે, મુસાફરોની સુવિધા અને ઉપયોગમાં સરળતા માટે અને કેશલેસ વ્યવહારોને પ્રોત્સાહિત કરવા માટે નીચેની સુવિધાઓ એટીવીએમ માં ઉપલબ્ધ છે,

એટીવીએમ ની વિશેષતાઓ :- એટીવીએમ દ્વારા નીચે પ્રકારની સુવિધાઓ મેળવી શકાય છે,

- મુસાફરી ટિકિટ

- પ્લેટફોર્મ ટિકિટ

- સિઝન ટિકિટ નવિનીકરણ

- સ્માર્ટ કાર્ડ રિચાર્જ

ચુકવણીનો પ્રકાર :- એકવાર એટીવીએમમાં ​​મુસાફરીની વિગતો દાખલ કર્યા બાદ, ચુકવણીના હેતુ માટે, નીચે મુજબ ત્રણ વિકલ્પો પ્રદર્શિત થશે,

- રેલ્વે સ્માર્ટ કાર્ડ

- ક્યુઆર પે કોઈપણ યુપીઆઈ એપનો ઉપયોગ કરીને (Paytm દ્વારા સંચાલિત)

- ક્યુઆર પે કોઈપણ યુપીઆઈ એપનો ઉપયોગ કરીને (ફ્રીચાર્જ દ્વારા સંચાલિત)

ઉપરોક્ત સ્ટેશનો પર ઉપલબ્ધ એસએમસી કાઉન્ટર પરથી રૂ 50 ચૂકવીને સ્માર્ટ કાર્ડ મેળવી શકાય છે અને કાર્ડને એસએમસી કાઉન્ટર અથવા https://www.utsonmobile.indianrail.gov.in અથવા એટીવીએમ દ્વારા કાર્ડ રિચાર્જ કરીને ભાડાની ચૂકવણી કરી શકાય છે, ઉપરોક્ત બે ક્યુઆર કોડ આધારિત વિકલ્પોમાંથી કોઈપણ એકને પસંદ કરવા પર, ક્યુઆર કોડ જનરેટ થશે અને એટીવીએમ સ્ક્રીન પર પ્રદર્શિત થશે, પ્રદર્શિત ક્યુઆર કોડને કોઈપણ યુપીઆઈ સક્ષમ એપ દ્વારા જેમકે Gpay,Paytm,Phonepe વગેરેના માધ્યમ દ્વારા સ્કેન કરીને અને ટિકિટની કિંમત ચૂકવીને મુસાફરો ભૌતિક ટિકિટ મેળવી શકે છે, સ્માર્ટ કાર્ડને રીડરની જગ્યાએ મૂકીને ચુકવણીમા આ જ રીતે ક્યુઆર કોડનો ઉપયોગ કરીને સ્માર્ટ કાર્ડ રિચાર્જ કરી શકાય છે,

ક્યુઆર કોડ આધારિત ડિજિટલ પેમેન્ટ સુવિધા કેશલેસ ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહિત કરવાના પ્રયાસરૂપે, સ્વયંસંચાલિત ટિકિટ વેન્ડિંગ મશીનમાં ટિકિટ ભાડાની ક્યુઆર કોડ આધારિત ચુકવણી શરૂ કરવામાં આવી છે ક્યુઆર કોડની સુવિધાનો ઉપયોગ કરીને મુસાફરી અને પ્લેટફોર્મ ટિકિટ લઈ શકાય છે, તેની સાથે જ સીઝન ટિકિટ પણ રિન્યુ કરાવી શકાશે, આ સિવાય એટીવીએમમાં ઉત્પન્ન થયેલા ક્યુઆર કોડ દ્વારા ચુકવણી કરીને પણ સ્માર્ટ કાર્ડ રિચાર્જ કરી શકાય છે,

મુસાફરોને સ્માર્ટ કાર્ડ રિચાર્જ પર રિચાર્જની રકમ પર 3% વધારાની રકમ બોનસ પેટે મળશે,

હાલમાં તમામ અનારક્ષિત ટ્રેનોમાં માત્ર મેલ/એક્સપ્રેસ/સુપરફાસ્ટ ટિકિટો જ આપવામાં આવશે.

Report by :- Keyur Thakkar

Ahmedabad


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]