વીજચોરો સામે તંત્રની લાલ આંખ: વેરાવળ માં પીજીવીસીએલના વ્યાપક દરોડા - At This Time

વીજચોરો સામે તંત્રની લાલ આંખ: વેરાવળ માં પીજીવીસીએલના વ્યાપક દરોડા


વીજચોરો સામે તંત્રની લાલ આંખ: વેરાવળ માં પીજીવીસીએલના વ્યાપક દરોડા
ગીર સોમનાથ જિલ્લામાં ત્રાટકેલી ટીમોએ લાખોની વીજચોરી પકડી

આજરોજ આવી જ ઇન્સ્ટોલેશન ચેકિંગ ડ્રાઈવના અનુસંધાને ગીર સોમનાથ જિલ્લાની વેરાવળ વિભાગીય કચેરી હેઠળ ના સુત્રાપાડા તાલુકા ની પેટાવિભાગીય કચેરીઓ હેઠળના વિવિધ વિસ્તારોમાં એસ.આર.પી. સ્ટાફ તથા પોલીસ સ્ટાફના ચુસ્ત બંદોબસ્ત હેઠળ ઈજનેરોની કુલ 38 જેટલી વીજચેકિંગ ટીમો દ્વારા વીજચેકિંગની કામગીરી કરવામાં આવી હતી. આ દરમિયાન રહેણાંક, વાણિજ્યિક, ખેતીવાડી વગેરે મળીને કુલ 451 જેટલા વીજજોડાણો ચકાસવામાં આવ્યાં હતા, જે પૈકી 106 વીજજોડાણોમાં જુદાજુદા પ્રકારની ગેરરીતિ માલૂમ પડતાં કુલ રૂ. 28.95 લાખની દંડનીય આકારણીના બિલ ફટકારવામાં આવ્યાં હતા.
આગામી દિવસોમાં ચેકિંગની આ ઝુંબેશને વધુ વ્યાપક અને ગતિશીલ બનાવાશે તેવું વીજતંત્રના સૂત્રોએ જણાવ્યું છે. પીજીવીસીએલની આ કામગીરીને લીધે વીજચોરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

માર્ગદર્શન : શ્રી બીડી પરમાર અધીક્ષક ઈજનેર,જુનાગઢ
શ્રી વી એન કગથરા કાર્યપાલક ઈજનેર,વેરાવળ
શ્રી જે જે કાચા નાયબ ઈજનેર વેરાવળ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.