અવાજમાં આકાશી આલિંગનની અનુભૂતિ કરાવતા અદ્ભુત અવાજનો માલિક : પ્રજ્ઞાચક્ષુપિન્કેશ ચૌધરી
જીવનની કડવાશને હળવાશથી સમજી
અને જીવનની મર્યાદાઓનો સ્વીકાર
કરી સાધનાના માર્ગે અવરોધો પાર કરી
લોકપ્રિયતાના પરમ સમીપે પહોચવા
મથતો અનેવિદ્યાનગર સ્થિત સેતુ ટ્રસ્ટની
હોસ્ટેલમાં રહી અભ્યાસ કરતો દિવ્યાંગ
વિદ્યાર્થી પિન્કેશ ચૌધરી તેની સંગીત
સાધના અનેઅદ્ભુત ગાયકીનેલઇ પંથકમાં
લોકપ્રિય થઇ રહ્યો છે. સાહિત્ય, દુહા,
છંદ, ભજનો, ગરબા અને લોકગીતોની
લોકલુભાવન રમઝટ બોલાવતો પ્રજ્ઞાચક્ષુ
પીન્કેશ ચૌધરી સરદાર પટેલ યુનીવર્સીટીમાં
પોસ્ટ ગ્રેજ્યુએટ ડીગ્રીનો અભ્યાસ કરી
રહ્યો છે. રોજ રાત્રે સેતુ ટ્રસ્ટના પ્રાંગણમાં
પીન્કેશનેભજન ગવડાવવા અનેક પ્રશંસકો
અને પરિચિતો આવી રહ્યા છે. સેતુ ટ્રસ્ટ
દ્વારા પણ હવેભજન મંડળની એક આખી
ટીમ તૈયાર કરવામાં આવી છે. જેમાં
પીન્કેશ ની જેમ અન્ય દિવ્યાંગ વિદ્યાર્થીઓ
પણ સામેલ થયા છે. જેથી પીન્કેશનેઅન્ય
મિત્રોનો સાથ મળી રહેતા હવે તેખુબ
જ ખીલ્યો છે. હાલ આણંદ અને તેની
આસપાસના ગામોમાં સેતુ ટ્રસ્ટ ના આ
દિવ્યાંગ ભજન મંડળને નિમંત્રણોની કતાર
લાગી રહી છે.
શારીરિક ખોળ ખાંપણ સાથે જન્મેલ
વ્યક્તિ પોતાને દિન-હીન ન સમજેઅને
પરિવાર પણ તેનેબોજ ન સમજી પ્રેમ અને
પ્રોત્સાહન આપેતો આવી વ્યક્તિ જીવનમાં
નોધપાત્ર સફળતા મેળવે તે નક્કી જ
છે.મૂળ સુરતના માંડવી તાલુકાના વદેશિયા
ગામેરહેતા ખેતમજૂર પરિવારમાં દિવ્યાંગ
પુત્રના જન્મ સાથે પરીવારમાં નિરાશા
અને ચિંતાની પરિસ્થિતિ નિર્માણ થઇ
હતી. પરંતુપરમાત્મા ઉપર અતુટ ભરોષો
રાખતા ગરીબ માતા-પિતાએ લાચારીવશ
કુદરતનો આદેશ માથે ચઢાવ્યો.પ્રજ્ઞાચક્ષુ
પુત્રની આંખ બની માતા-પિતાએ તેના
લાલન પાલનમાં કોઈ જ બાંધ છોડ કરી
નહિ અનેએક સામાન્ય તંદુરસ્ત દીકરાને
ઉછેરેતેજ રીતેતેઓએ કોઈ પણ ઓછપ
કે હતાશા વિના ખુબ જ ઉમળકાભેર
પીન્કેશનો ઉછેર કર્યો.તેને તમામ પ્રકારે
પ્રોત્સાહિત કરી જીવનના નિશ્ચિત લક્ષ્ય
સિદ્ધિ માટેતૈયાર કર્યો.
અસત્યો માંહેથીપ્રભુ!પરમસત્યે તુંલઈજા,
ઊંડા અંધારેથી, પ્રભુ! પરમ તેજેતુંલઈ જા;
મહામૃત્યુમાંથી,અમૃતસમીપેનાથ!લઈજા,
તુંજ હીણો હું છું તો તુજ દર્શનનાં દાન
દઈ જા. આ અંગે સેતુ ટ્રસ્ટના પ્રમુખ
જીતેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે,
આંખોના અંધકારને મ્હાત આપી દીવ્ય
જ્યોતીની આરાધના કરતા પ્રજ્ઞાચક્ષુ
પીન્કેશ ચૌધરી આ પ્રાર્થના પંક્તિ સાથે
પોતાની જીવન ઉર્જાને નિત નવી દિશા
આપી રહ્યો છે.જન્મથી પ્રજ્ઞાચક્ષુ હોવા છતાં
પીન્કેશે પોતાના હાલ સુધીના વિદ્યાર્થી
જીવન સફરમાં કેદૈનિક જીવનમાં ક્યારેય
કોઈ જ લઘુતા સ્વીકારી નથી.માંડવીના
વદેશીયામાં જન્મેલ પ્રજ્ઞાચક્ષુ પીન્કેશ
ચૌધરી એ માતાપિતા અને ગ્રામજનોના
પ્રોત્સાહન,માર્ગદર્શન અનેસાથ સહકારથી
ગામની જ પ્રાથમિક શાળામાં 1થી 8નો
અભ્યાસ કર્યો, ત્યારબાદ આણંદ અંધ
અપંગજન વિકાસ મંડળ, મોગરી ગામમાં
માધ્યમિક કક્ષાનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો.
ત્યારબાદ આણંદ એન.એસ.પટેલ કોલેજમાં
બેચલર ઓફ આર્ટસની ડીગ્રી હાંસલ
કરી. હાલમાં તે સેતુ ટ્રસ્ટ નાના બજાર
વલ્લભ વિદ્યાનગરની હોસ્ટેલમાં રહી
સરદાર પટેલ યુનીવર્સીટીના ડીપાર્ટમેન્ટ
ઓફ સશિયોલોજીમાં એમ.એ.નો અભ્યાસ
કરી રહ્યો છે.આ ઉપરાંત જન્મજાત સંગીત
પ્રત્યેના લગાવનેલઈ તેપાર્ટ ટાઈમ આર
એમ દેસાઈ મ્યુઝિક એન્ડ ડાન્સ કોલેજમાં
પણ ત્રણ વર્ષના કોર્ષ મા સંગીતનો ઉચ્ચ
અભ્યાસ કરી રહ્યો છે.હાલ તે સંગીત
કોલેજના બીજાવર્ષમાં અભ્યાસ કરી રહ્યો
છે.આમ પ્રજ્ઞાચક્ષુ પિન્કેશ સશિયોલોજીમાં
એમ.એ અને સંગીતમાં વિશારદની
ડીગ્રી મેળવી જનસામાન્ય માટે પણ
પ્રેરક વ્યક્તિત્વ બની રહ્યો છે. તેનું બુદ્ધિ
કૌશલ્ય,નમ્રતા અને અભ્યાસ પ્રત્યેની
સમર્પિતતાનેતેના પ્રાધ્યાપકો પણ વખાણી
રહ્યા છે.
9409516488
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.