વોર્ડ નં. 4માં ગરબી મંડપ અને ઓટો તોડી હનુમાનજીની મૂર્તિ TP શાખા ઉઠાવી ગઈ!
મોરબી રોડ પર ઓમ શાંતિ પાર્કનો બનાવ, રહેવાસી કહે કોમન પ્લોટ છે, તંત્ર કહે અમારી જમીન
કોર્પોરેટર પીપળિયાએ જ ઓટો બનાવવા કહ્યું અને તેના નામના બાંકડા પણ મુકાવ્યા હતા; ખજાનચી
રાજકોટ મહાનગરપાલિકાની ટી.પી. શાખાએ મંગળવારે સવારે મોરબી રોડ પર આવેલા ઓમ શાંતિ પાર્કમાં મનપાની ટી.પી. શાખાની ટીમ ધસી આવી હતી અને સોસાયટીના કોમન પ્લોટનો ઓટો તોડી તેના પર રાખેલી હનુમાનજીની પ્રતિમા લઈ ગયા હતા તેમજ ઓટાની બાજુમાં ગરબી મંડપ માટેનો સ્ટેજ, વૃક્ષો પણ તોડી પાડ્યા હતા. સોસાયટીના પ્રમુખ મનસુખભાઈ અને કમિટીના સભ્ય અભયભાઈ અંધાણીના જણાવ્યા અનુસાર ઓમ શાંતિ પાર્કના કોમન પ્લોટમાં વોર્ડ નં. 4ના કોર્પોરેટર પરેશ પીપળિયાએ પોતાની ગ્રાન્ટમાંથી બાંકડા મુકાવ્યા હતા અને તેમની સલાહ બાદ જ ત્યાં ઓટો બનાવાયો હતો અને પછી હનુમાનજીની મૂર્તિ મૂકી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.