કાટવાડ ખાતે જિલ્લા વિકાસ અધિકારીશ્રીની ઉપસ્થિતિમાં સામાજિક અને વર્તણૂક પરિવર્તન સંચાર કાર્યક્રમ યોજાયો. *******
કાટવાડ ખાતે જિલ્લા વિકાસ અધિકારીશ્રીની ઉપસ્થિતિમાં સામાજિક અને વર્તણૂક પરિવર્તન સંચાર કાર્યક્રમ યોજાયો.
***********
જિલ્લાના ૧૭૬ કેન્દ્રો પર માતા, શિશુ અને બાળકોના પોષણ અંતર્ગત આ કાર્યક્ર્મ યોજાયો
*********
સાબરકાંઠા હિંમતનગરના કાટવાડ હેલ્થ અને વેલનેસ સેન્ટર ખાતે જિલ્લા વિકાસ અધિકારીશ્રી શાહની ઉપસ્થિતિમાં માતા, શિશુ અને બાળકોના પોષણ અંતર્ગત સામાજિક અને વર્તણૂક પરિવર્તન સંચાર (SBCC) કાર્યક્રમ યોજાયો હતો.
આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રી શાહ ઉપસ્થિત સગર્ભા માતાઓ, ધાત્રી માતાઓને સ્તનપાનની યોગ્ય રીત અને ફાયદા તથા માંદગી દરમિયાન અને માંદગી બાદ સ્તનપાનના ફાયદા, માતા- બાળકોને ઉપરી આહાર મહત્વ બાબતે માર્ગદર્શન આપ્યું.
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી આ પ્રસંગે ઉપસ્થિત સર્વે લાભાર્થીઓને સગર્ભા માતાઓને પાંડુ રોગના ચિન્હો, લક્ષણો અને આર્યન ફોલિક એસિડ અને કેલ્શિયમ ગોળી ના મહત્વ અંગે તથા અન્ય મહત્વના આરોગ્યલક્ષી મુદ્દાઓ અંગે માર્ગદર્શન આપ્યું હતું
આરોગ્ય શાખા અને આઈ.સી.ડી.એસ. શાખા સાબરકાંઠા જિલ્લા પંચાયત તથા વૃદ્ધિ પ્રોજેકટના સહયોગથી સમગ્ર જિલ્લાના ૧૭૬ કેંદ્રો પર માતા, શિશુ અને બાળકોના પોષણ અંતર્ગત સામાજિક અને વર્તણૂક પરિવર્તન સંચાર કાર્યક્રમો યોજાયા હતા. જેમાં જે તે વિસ્તારના સરપંચશ્રી તથા પદાધિકારીશ્રીઓ અને અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્ર્મોમાં ૨૩૩૮ લાભાર્થીઓને કોમ્યુનિટિ હેલ્થ ઓફિસર દ્વારા ધાવણ આપવાની રીત ડમી બેબી દ્વારા નિદર્શન કરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા સુપોષિત ભારત નિર્માણ ના સ્વપ્નને સાકાર કરવા માટે ભારત સરકારશ્રી દ્વારા આરોગ્ય અને માતૃ બાળ કલ્યાણ કાર્યક્રમ અંતર્ગત વિવિધ સેવાઓ અમલી કરાઇ છે. જેમાં માતા મરણ અને બાળમરણ દર નીચે લાવવા પર ભાર મૂક્યો છે.
વૃદ્ધિ પ્રોજેકટના સહકારથી આરોગ્ય શાખાના તબીબ શ્રી અને આઈ.સી.ડી.એસ. શાખાના સી.ડી.પી.ઓ દ્વારા હેલ્થ અને વેલનેસ સેન્ટર સી.એચ.ઓ અને આંગણવાડીના કાર્યકર ને માતા, શિશુ અને બાળકોના પોષણ અંતર્ગત સામાજિક અને વર્તણૂક પરિવર્તન સંચારની જરૂરી તાલીમ આપવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં કાટવાડ ગામ ના સરપંચશ્રી, ગ્રામ આરોગ્ય સમિતિના ચેરમેન શ્રી, તાલુકા આરોગ્ય અધિકારીશ્રી, હિંમતનગર, સી.ડી.પી.ઓ.શ્રી તથા મોટી સંખ્યામાં સગર્ભા માતાઓ, ધાત્રી માતાઓ ઉપસ્થિત રહી હતી.
*********
રિપોર્ટર
મોહમ્મદ શફી તાંબડીયા
સાબરકાંઠા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.