મંગળવાર નિમિત્તે શ્રીકષ્ટભંજનદેવ દાદાને ઓર્કિડના ફુલનો શણગાર અને સુખડીનો પ્રસાદ ધરાવાયો - At This Time

મંગળવાર નિમિત્તે શ્રીકષ્ટભંજનદેવ દાદાને ઓર્કિડના ફુલનો શણગાર અને સુખડીનો પ્રસાદ ધરાવાયો


શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી મંગળવાર નિમિત્તે તારીખ 19-11-2024ને દાદાને વૃંદાવનમાં તૈયાર થેયલા વાઘા પહેરાવાયા છે, સિંહાસને ઓર્કિડના ફુલનો શણગાર અને સુખડીનો પ્રસાદ ધરાવાયો છે. મહત્ત્વનું છે કે, તો આજે સવારે 5:30 કલાકે મંગળા આરતી તથા 7:00 કલાકે શણગાર આરતી કોઠારીશ્રી વિવેદસાગર સ્વામીએ કરી હતી.સાથોસાથ મંદિરના પટાંગણમાં યજ્ઞશાળામાં મારુતિયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે આજે દાદાને કરાયેલા શણગાર વિશે પૂજારી સ્વામીએ જણાવ્યું કે, આજે મંગળવાર નિમિત્તે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજી વૃંદાવનમાં 15-20 દિવસની મહેનતે તૈયાર થયેલા જરદોશીવર્કવાળા પ્યોર સિલ્કના વાઘા પહેરાવાયા છે. આ સાથે જ દાદાના સિંહાસને ઓર્કિડના ફુલ અને નાળિયેરીના ગૂંથેલા પાનનો શણગાર કરાયો છે. તો દાદા સમક્ષ આજે 51 કિલો સુખડીનો પ્રસાદ ધરાવાયો છે. દાદાના સિંહાસને કરાયેલા શણગાર માટે ફુલ વડોદરાથી મંગાવ્યા છે. આ શણગાર કરતાં 6 સંતો, પાર્ષદ અને ભક્તોને 4 કલાકનો સમય લાગ્યો હતો.

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:૮૦૦૦૮૩૪૮૮૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.