માળીયા હાટીનામાં શ્રાવણ માસના છેલ્લા સોમવારે વહેલી સવારથી શિવાલયોમાં શિવભક્તો દ્વારા હર હર મહાદેવથી ગુંજી ઉઠયું
માળીયા હાટીનામાં શ્રાવણ માસના પહેલા સોમવારે વહેલી સવારથી શિવાલયોમાં ભક્તો દ્વારા ભગવાન શિવને અભિષેક કરવામાં આવ્યો તેમજ જલા અભિષેક, બીલીપત્ર અર્પણ, ફૂલ, કમળ ચડાવવા માં આવ્યા હતા
બપોર બાદ માળેશ્વર મંદિર ખાતે અમરનાથ નો શણગાર કરવામાં આવ્યો હતો તેમજ મેઘલનદી માં આવેલ સિદ્ધેશ્વર મંદિરે દીપમાળાના દર્શન તેમજ બહેનો દ્વારા નદીમાં તરતા દિવાળા મુકવામાં આવ્યા આ નજારો જોવા શિવ ભક્તો ઘોડાપુર ઉમટી પડ્યા હતા ભકતોએ દર્શનકરી ધન્યતા અનુભવી હતી
માળીયા હાટીનામાં માળેશ્વર મહાદેવ મંદિરમાં માળેશ્વર દાદાની મહા આરતી શંખના નાદે, ઢોલના ધબકારે,ઝાલર ના ઝંણકારે, શરણાઈના શુરે આરતી કરવામાં આવી હતી આ આરતીમાં મોટી સંખ્યામાં શિવ ભક્તોએ લાભ લીધો
આ તકે માળેશ્વર મહાદેવ મંદિર ખાતે અને
રુદરેશ્વર મંદિર ખાતે વિક્રમસિંહ નાજબાપુ સીસોદીયા, હમીરસિંહ એભલ સિંહ બાપુ સીસોદીયા, હરસુરભાઈ જીલુભાઈ સીસોદીયા તથા સીસોદીયા પરિવાર દ્વારા શિવ ભક્તોને ફરાળ પણ આપવામા આવ્યુ હતુ તેમજ મેઘલ નદી માં આવેલ સિદ્ધેશ્વર મંદિરે ખાતે મંદિરને મળેલ દાતા તરફથી દર્શનાથીઓ ફરાળ આપવામાં આવ્યું હતું
📷 કેમેરામેન ભાવિન ઠકરાર
રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.