ભાભર તાલુકાના ગોસણ ગામે આવેલા મંદિરમાં ચોરી કરવા આવેલા શખ્સો સીસીટીવી કેમેરા કેદ થયા... - At This Time

ભાભર તાલુકાના ગોસણ ગામે આવેલા મંદિરમાં ચોરી કરવા આવેલા શખ્સો સીસીટીવી કેમેરા કેદ થયા…


ભાભર તાલુકાના ગોસણ ગામે હાઇવે રોડ ચોકડી પાસે આવેલા ગોગા મહારાજના મંદિરમાં તા.૧૬/૮/૨૨ ની રાત્રી દરમિયાન કોઇક અજાણ્યા શખ્સોએ મંદિરના દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશી કર્યો ત્યારે આ શખ્સો મંદિરમાં રહેલા સીસીટીવી કેમેરામાં ચોરી કરતા સખસો જોવા મળ્યા હતા.મંદિરમાથી ગોગા મહારાજને ચડાવેલા નાના મોટા છત્તર અંદાજીત એક કિલો ચાંદીના છત્તર કિંમત રૂ ૪૫૦૦૦/ ની ચોરી કરી અજાણ્યા શખ્સો નાસી છૂટયા હતા. સવારે મંદિરમાં ચોરી ની ઘટનાની જાણ ગામલોકોને થતાં ચોરો સામે ફિટકાર ફેલાવ્યો છે. ચોરી બાબતે ભાભર પોલીસ મથકે સેધાભાઈ રાયચંદભાઈ ઠાકોર રહે ગોસણ વાળાએ અજાણ્યા ચોર શખ્સો સામે ચોરીની એફ.આઈ.આર નોંધાવી છે. પોલીસે ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા ભાભર ની એક સ્કૂલમાં પણ કેટલાક શખ્સો ચોરી કરતા સીસીટીવી કેમેરા માં જોવા મળ્યા હતા.ભાભર વિસ્તારમાં ચોરીઓના બનાવ વધી જતાં લોકો માં ફફડાટ ફેલાઇ જવા પામ્યો છે.ભાભર પોલીસ નિંદ્રામાંથી જાગી અસામાજિક તત્વો,ચોરો સામે લાલ આંખ કરી કાર્યવાહી કરે તેવી આ વિસ્તારના લોકોની માંગ ઉઠવા પામી છે.

અહેવાલ -પ્રવિણસિંહ રાઠો ભાભર બનાસકાંઠા 9913475787


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon