બાલાસિનોર ના ઓથવાડ કપડવંજના દનાદરા ગામે વેગન બ્લાસ્ટથી મકાનોમાંતિરાડોપડી
કપડવંજના દનાદરા અને બાલાસિનોર તાલુકાના ઓથવાડા ગામમા વેગન બ્લાસ્ટને કારણે આસપાસના વિસ્તારોમાં આવેલ મકાનોમાં તીરાડો પડતા લોકોની મુશ્કેલી વધી હતી. ત્યારે તીરાડોને કારણે ઘરમાં રહેતા ગ્રામજનો અને શાળામાં રહેતા બાળકોને માથે સંકટ ઘેરાયું હતું.
દનાદરા અને ઓથવાડ ગામમાં ભારે તીવ્રતાનો વેગન બ્લાસ્ટ દરરોજ કરાતા ગામ તેમજ સીમાડાના મકાનો ધ્રુજી ઉઠ્યા હતા. અને કાચા મકાનોમાં તીરાડ પડી ગઇ હતી. ત્યારે આડેધડ બ્લાસ્ટ કરવાને કારણે ગ્રામજનોને રોજ ધરતીકંપનો અનુભવ કરાવાની વારી આવી હતી. રોજ બરોજ થતા બ્લાસ્ટને લઈ સ્થાનિકો દ્વારા વેગન બ્લાસ્ટિંગથી નુકસાનનો કમિટી સમક્ષ દાવો કરાયો હતો. ઉપરાંત મહીસાગર નદી કાંઠે પંચમહાલ, વડોદરા મહીસાગર અને ખેડામાં પણ આ રીતે કૌભાંડ ચાલી રહ્યું હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું.
વધુક્ષમતાવાળા બ્લાસ્ટકર્યાની જાણ થયેકાર્યવાહી કરવામાં આવશે
આ બાબતેની ફરિયાદો અમને મળતા અમોએ તપાસ કરી છે. જે પરવાનેદાર છે તે લોકો પથ્થર તોડી રહ્યા છે. અમુક ક્ષમતાથી વધુ ક્ષમતા વાળા બ્લાસ્ટના કરવા તેમને તાકીદ પણ આપવામાં આવી છે. અને આમ છતાં આવુ ધ્યાન પર આવશે તો નિયમ મુજબ કાર્યવાહી હાથ ધરવામાં આવશે. " ખાણ ખનીજ વિભાગ, નડિયાદ.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.