રાજકોટ સિવિલ હોસ્પિટલમાંથી 3 સાયકલ ચોર ઝડપાયા. - At This Time

રાજકોટ સિવિલ હોસ્પિટલમાંથી 3 સાયકલ ચોર ઝડપાયા.


રાજકોટ શહેર તા.૧૧/૧૨/૨૦૨૪ ના રોજ રાજકોટ શહેર સિવિલ હોસ્પિટલમાંથી અવાર-નવાર વાહનોની ચોરી થતી જોવા મળી છે બહારગામ થી આવતા લોકો મોટરસાયકલ ચોરીની ફરીયાદ કરતા હોય છે. સિવિલ હોસ્પિટલ અંદર પડ્યા પાથરીયા રહેતા લોકો આ ચોરીને અંજામ આપતા હોય છે સાયકલ મોટરસાયકલની ચોરીઓ અવાર-નવાર રાજકોટ સિવિલ હોસ્પિટલ ની અંદર થતી જોવા મળી રહી હોય છે ફરિયાદો કરવા છતાં પણ આજ સુધી મોટરસાયકલ ઝડપાયા નથી એવું પણ લોકોમાં જાણવા મળી રહ્યું છે. સિવિલ હોસ્પિટલ OPD પાર્કીંગ પાસેથી 3 અજાણ્યા શખ્સ સાયકલ ચોરી કરતા ઝડપી લેતા, તે દરમિયાન ત્યાં ફરજ ઉપર ના સિક્યુરિટી ગાર્ડ અફઝલ મકરાણી ને ધ્યાને આવતા સિક્યુરિટી ઇન્ચાર્જ એ.ડી.જાડેજા અને જગદીશભાઈ ચાંદેગરા ને જાણ કરતા સિવિલ ઇન્ચાર્જ પ્ર.નગર પોલિસ સ્ટેશનમાં જાણ કરવામાં આવેલી અને પ્ર.નગરના P.I ઝણકાર અને પ્ર.નગર પોલીસ સ્ટાફ જયુભા પરમાર, વિમલભાઈ ધંજા પ્ર.નગર પોલીસ સ્ટેશનને લઈ જવામાં આવ્યા હતા અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.


9824928038
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.