અયોધ્યામાં રામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠાના સાળંગપુરના કોઠારી વિવેકસાગર સ્વામી સાક્ષી બન્યા,દેશ અને ભક્તો માટે કરી પ્રાર્થના
અયોધ્યામાં રામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠાના સાળંગપુરના કોઠારી વિવેકસાગર સ્વામી સાક્ષી બન્યા,દેશ અને ભક્તો માટે કરી પ્રાર્થના
આજે અયોધ્યામાં નવનિર્મિત મંદિરમાં ભગવાન શ્રીરામની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવી છે.આ સાથે જ દરેક હિન્દુઓની 500થી વધુ વર્ષની આતૂરતાનો અંત આવ્યો છે. આજે આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી સાળંગપુરના કોઠારી વિવેકસાગર સ્વામી બન્યા હતા. તેમણે રામમંદિરમાં દર્શન કરી દરેક ભક્તોના સુખાકારી અને દેશના લોકો માટે પ્રાર્થના કરી હતી.સાળંગપુર હનુમાનજીના કોઠારી વિવેકસાગર સ્વામીએ જણાવ્યું કે,આજે રામ મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠા થઈ રહી છે. અમે ખાસ સાળંગપુર ધામથી આવ્યા છીએ. ત્યારે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજના દરબારમાં ભવ્ય મહોત્સવ થઈ રહ્યો છે. તમામ ભક્તોને આજે યાદ કરીને રામજન્મભૂમિમાં દર્શન કરીને ભગવાન પ્રભુના ચરણોમાં પ્રાર્થના કરીએ કે,આજથી આપણું શરૂ થતું બીજી દિવાળી નવું વર્ષ અને દિવાળી આવુંને આવું ટકી રહે એવી ભગવાન શ્રીરામના ચરણોમાં પ્રાર્થના.
રીપોર્ટર: ચિંતન વાગડીયા બરવાળા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.