સાયકલ અને ટુ વ્હીલર વેચાણકર્તાઓએ ધ્યાને લેવા બાબત* - At This Time

સાયકલ અને ટુ વ્હીલર વેચાણકર્તાઓએ ધ્યાને લેવા બાબત*


*સાયકલ અને ટુ વ્હીલર વેચાણકર્તાઓએ ધ્યાને લેવા બાબત*
************
ગુપ્તચર સંસ્થાઓન વખતો વખતના અહેવાલો તથા ભૂતકાળમાં બનેલી કેટલાક બનાવોથી જણાઈ આવે છે કે આતંકવાદી દ્વારા શહેરમાં શ્રેણીબદ્ધ બોમ્બ ધડાકાઓ કરી મોટી સંખ્યામાં જાનહાનિ તેમજ માલ મિલકતોને નુકસાન કરવામાં આવેલ. જે જોતા આતંકવાદી ત્રાસવાદી તત્વોને પોતાના મલિન ઇરાદાઓને અંજામ આપવા માટે સાયકલો તથા ટુ વ્હીલર વાહનો ઉપર સ્ફોટક પદાર્થો રાખી ભીડભાડવાળી જગ્યાઓમાં આવા સાયકલો તથા ટુ વ્હીલર વાહનોમાં બોમ્બ રાખી બ્લાસ્ટ કરી આતંકવાદી/ત્રાસવાદી કૃત્યને અંજામ આપેલ છે. આ સ્થિતિને નિવાળી શકાય અથવા તો અંકુશ મૂકી શકાય તે સારું સાઇકલ,સ્કૂટર તથા મોટરસાયકલ જેવા ટુ વ્હીલર વાહનો ખરીદનારની માહિતી રાખેલ હોય તો ત્રાસવાદી કૃત્ય કરનાર ગુનેગાર સુધી પહોંચી શકાય છે અને આવા બનાવો બનતા ગુનેગારને પકડવામાં સરળતા રહે છે. જેથી વર્તમાન રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાને લઇ જિલ્લામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુથી સાઇકલ, સ્કૂટર તથા મોટરસાયકલ જેવા ટુ વ્હીલર વાહનો વેચનારા ઉપર કાયદાકીય નિયંત્રણ જરૂરી હોય નવી તથા જુની સાઇકલ સ્કૂટર તથા મોટરસાયકલ જેવા બીજા ટુ વ્હીલર વાહનો ખરીદનારને અવશ્ય બિલ આપવું તથા તેની સ્થળપ્રત કબજામાં રાખવી. ખરીદનાર ગ્રાહકનું ડ્રાઇવિંગ લાઇસન્સ, પાનકાર્ડ, ઇલેક્શન કાર્ડ, રેશન કાર્ડ કે નોકરી કરતા હોય તો ત્યાંનું ઓળખકાર્ડ કે શૈક્ષણિક સંસ્થાનું પ્રમાણપત્ર કે સ્થાનિક અગ્રણીઓ જેવા કે મ્યુનિસિપલ કોર્પોરેશન,ધારાસભ્યશ્રી,સંસદસભ્યશ્રી કોઈપણ ખાતાના રાજ્યપત્રિત અધિકારીશ્રી તરફથી મેળવેલ ઓળખપત્ર પ્રમાણપત્ર પૈકી કોઈપણ એક પુરાવો /ઓળખ માટે ગ્રાહક પાસેથી આવી સાઇકલ,સ્કૂટર, મોટર સાઇકલ જેવા બીજા ટુ વ્હીલર વાહનો વેચાણ કર્તાઓએ મેળવવાનો રહેશે. બિલમાં ખરીદનારનું પૂરું નામ, સરનામું ,સંપર્ક માટે ટેલિફોન મોબાઈલ નંબર લખવો. વેચાણ બિલમાં સાયકલ, સ્કૂટર તથા મોટરસાયકલ જેવા બીજા ટુ વ્હીલર વાહનો ફ્રેમ નંબર, ચેચીસ નંબર,એન્જિન નંબર અવશ્ય લખવો. સાયકલ,સ્કુટર તથા મોટરસાયકલ જેવા બીજા ટુ વ્હીલર વાહનો વેચાણ કરતાં કોઈ પણ પોલીસ અધિકારી તરફથી માંગણી કરવામાં આવે ત્યારે ઉપર મુજબની માહિતી/રેકોર્ડ ચકાસણી માટે રજુ કરવાના રહેશે.
આ હુકમ ૧ જુલાઇ ૨૦૨૩ સુધી અમલમાં રહેશે. આ આદેશનો ભંગ કરનાર ભારતીય દંડ સંહીતા કલમ ૧૮૮ હેઠળ સજા/દંડને પાત્ર રહેશે.
*************************


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.