બોટાદ જિલ્લાના બરવાળા શહેરની કોર્ટ સામેના નાવડા રોડ ખાતે સૌ પ્રથમ વખત સૌથી મોટી સરકારી જમીન પરની દબાણ હટાવવાની કામગીરી હાથ ધરાઈ, પ્રાંત અધિકારીની ઉપસ્થિતિમાં ચુસ્ત બંદોબસ્ત સાથે 48 જેટલા એકમોના દબાણો 2 જેસીબી મારફતે દૂર કરાયા
બોટાદ જિલ્લાના બરવાળા શહેરના નાવડા રોડ પર દીવાની અને ફોજદારી કોર્ટ સામેના સરકારી પડતર સર્વે નંબર 545 માં 48 જેટલા એકમો પર અનઅધિકૃત દુકાનો હતી જે દુકાનોને સીટી સર્વે અધિકારી દ્વારા અગાઉ અનેક વખત નોટિસો પાઠવી જાણ કરાઈ હતી ત્યારબાદ મામલતદાર દ્વારા 202 એવીકશન મુજબ પણ નોટિસો પાઠવ્યા બાદ આજે તારીખ 23 જાન્યુઆરી 2023 ના રોજ બરવાળા મામલતદાર ઈન્ચાર્જ પ્રાંત અધિકારી સી આર પ્રજાપતિ ની આગેવાનીમાં વહીવટી તંત્રના અધિકારીઓ પીજીવીસીએલ ના કર્મચારીઓ સહિતના અધિકારીઓની ઉપસ્થિતિમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે 2 જેસીબી મશીન મારફતે દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ હતી, મોટા ભાગના દબાણ કર્તાઓ દ્વારા જાતે જ પોતાનો સર સમાન અને કાટમાળ જાતે જ હટાવી લીધો હતો તો પાકા બાંધકામને જેસીબી મારફતે તોડી પાડવામાં આવ્યા હતા, દબાણ હટાવવાની કામગીરી ને લઈ મોટી સંખ્યામાં લોકોના ટોળા જોવા ઉમટી પડ્યા હતા તો સૌ પ્રથમ વખત મોટા પ્રમાણમાં દબાણ હટાવવાની કામગીરી થતાં અન્ય દબાણ કર્તાઓ માં પણ ફફડાટ જોવા મળી રહ્યો છે.
બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.