પશ્ચિમ રેલવે અમદાવાદ અને ઓખા વચ્ચે જન્માષ્ટમી સ્પેશિયલ ટ્રેન દોડાવશે.
પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની સુવિધાને ધ્યાનમાં રાખતાં જન્માષ્ટમી તહેવારને ધ્યાનમાં રાખીને અમદાવાદ અને ઓખા વચ્ચે જન્માષ્ટમી ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન વિશેષ ભાડા પર ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે જેની વિગતો નીચે પ્રમાણે છે,
ટ્રેન નંબર ૦૯૪૫૩/૦૯૪૫૪ અમદાવાદ-ઓખા સુપરફાસ્ટ સ્પેશિયલ (કુલ ૨ ટ્રિપ)
ટ્રેન નંબર ૦૯૪૫૩ અમદાવાદ - ઓખા સ્પેશિયલ ૨૫ ઓગસ્ટ ૨૦૨૪ રવિવાર ના રોજ અમદાવાદથી સવારે ૦૭;૪૫ કલાકે ઉપડશે તથા એ જ દિવસે ૧૭:૦૦ કલાકે ઓખા પહોંચશે...આ રીતે ટ્રેન નંબર ૦૯૪૫૪ ઓખા - અમદાવાદ સ્પેશિયલ ૨૬ ઓગસ્ટ ૨૦૨૪ સોમવાર ના રોજ ઓખાથી સવારે ૦૫:૩૦ કલાકે ઉપડશે તથા એ જ દિવસે ૧૫:૦૦ કલાકે અમદાવાદ પહોંચશે,
માર્ગમાં બંને દિશાઓમાં આ ટ્રેન ચાંદલોડિયા, વિરમગામ, સુરેન્દ્રનગર, થાન, વાંકાનેર, રાજકોટ, હાપા, જામનગર, ખંભાળીયા અને દ્વારકા સ્ટેશનો પર રોકાશે, આ ટ્રેનમાં સ્લીપર અને જનરલ શ્રેણીના કોચ હશે,
ટ્રેન નંબર ૦૯૪૫૩/૦૯૪૫૪ નું બુકિંગ તારીખ ૩૧ જુલાઈ ૨૦૨૪થી તમામ પી.આર.એસ કાઉન્ટરો અને આઈ.આર. સી.ટી.સી.ની વેબસાઈટ પર શરૂ થશે,
ટ્રેનોના માર્ગ, સમય, રોકાણ અને સંરચના સંબંધિત વિગતવાર માહિતી માટે યાત્રી www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે.
Report by :- Keyur Thakkar
Ahmedabad
9879218574
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.