તાજેતરમાં મહારાષ્ટ્રના કોલ્હાપુર ખાતે ‘શિવાજી ટ્રેક ટ્રેઈલ’ પર NCC દ્વારા નેશનલ લેવલનાં ટ્રેકીંગ કેમ્પનું
આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં શ્રી મ્યુનિસિપલ હાઈસ્કૂલના 4 કેડેટસ અને આજ શાળાના આચાર્ય કમ NCC ઓફીસર શ્રી પી.એમ. ઝાલાનું ટ્રેકીંગ માટે 26 ગુજરાત બટાલીયન એનસીસી, સુરેન્દ્રનગર દ્વારા સીલેકશન કરવામાં આવેલ. આ ટ્રેકીંગ કેમ્પમાં ગુજરાત NCC ડીરેક્ટોરેટના કુલ 101 કેડેટસ, 3 NCC ઓફીસર ઉપરાંત દીલ્હી અને મહારાષ્ટ્રના કુલ મળીને આશરે 250થી વધુ કેડેટસ તેમજ NCC ઓફીસર જોડાયા હતા. આ તમામે છત્રપતી શિવાજી મહારાજની ઐતિહાસીક શૌર્યભૂમીના રૂટ પર આશરે 80 થી 90 કીલોમીટરનું સફળતાપૂર્વકનું ટ્રેકીંગ કરેલ. આ કેમ્પનું આયોજન 26 ગુજરાત બટાલીયન NCC સુરેન્દ્રનગર દ્વારા કરાયેલ તેમજ કેમ્પ ઓફિસર ઈન ચાર્જ તરીકેની કામગીરી શ્રી પી.એમ.ઝાલાને સોપવામાં આવેલ જે જવાબદારી તેમણે સુપેરે નિભાવતા બટાલીયન દ્વારા અભિનંદન પાઠવાયા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.