મતદાન જાગૃતિ અંતર્ગત વિદ્યાર્થીઓ દ્વારા માનવ સાંકળ બનાવીને ૭ મે ના અચૂક મતદાનનો સંદેશો આપ્યો
*લોકસભા સામાન્ય ચૂંટણી,૨૦૨૪,પંચમહાલ*
ગોધરા
લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અનુસંધાને પંચમહાલ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી આશિષ કુમારના માર્ગદર્શન હેઠળ ૧૮- પંચમહાલ સંસદીય વિસ્તારમાં વધુમાં વધુ લોકો ૭ મે ના રોજ લોકશાહીના પર્વમાં પોતાની ભાગીદારી સુનિશ્ચિત કરે તે માટે વિવિધ મતદાન જાગૃતિના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.
મતદારોમાં જાગૃતિ અર્થે સ્વીપ એક્ટિવિટી અંતર્ગત જિલ્લામાં નિમાયેલા બ્રાન્ડ એમ્બેસેડર આર.જે.નયનના સહયોગથી
જિલ્લાની જવાહર નવોદય વિદ્યાલય તથા એકલવ્ય વિદ્યાલય વેજલપુર ખાતે મતદાન જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.વિદ્યાર્થીઓ દ્વારા ભારતના નકશામાં વોટ ઇન્ડિયા અને ત્રિરંગા જેવી અલગ અલગ માનવ સાંકળ રૂપી આકૃતિઓ બનાવીને આકર્ષણ જમાવવામાં આવ્યું હતું તથા ૭ મે ના રોજ અચૂક મતદાન માટેનો સંદેશો પાઠવવામાં આવ્યો હતો. આ તકે શાળાના શિક્ષકશ્રી વસીમ મન્સૂરી,શ્રી બર્મન,શ્રી કુલબિરભાઈ સહિત અંદાજે કુલ ૬૫૦ જેટલા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટ. વિનોદ પગી પંચમહાલ
8140210077
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.