અડાલજ પંથકમાં બે જુગારધામો પર દરોડા : 11 જુગારીઓ પકડાયા
આઠમ બાદ પણ ગ્રામ્યમાં જુગારીની બદી યથાવત્એલસીબીએ ઝુંડાલમાંથી પકડેલા આઠ જુગારી પાસેથી રૃા.38 હજારનો મુદ્દામાલ કબજે કર્યોગાંધીનગર : ગાંધીનગરમાં શ્રાવણ મહિના દરમ્યાન જુગારની પ્રવૃત્તી ફુલી
ફાલી છે જો કે, જન્માષ્ઠમી
પર્વ પુર્ણ થઇ ગયા બાદ પણ આ પ્રવૃત્તી બંધ થઇ નથી અડાલજ પંથકમાં પોલીસ
કાર્યવાહીમાં બે જુગારધામમાંથી ૧૧ જુગારીઓ પકડાયા છે. જેમાં ગાંધીનગર એલસીબીએ
ઝંડાલ ગામે ખુલ્લી જગ્યામાં જુગાર રમતા આઠ જુગારીઓને ઝડપી લઇને ૩૮ હજાર ઉપરાંતનો
મુદ્દામાલ કબ્જે કર્યો હતો.ગાંધીનગર જિલ્લામાં જન્માષ્ઠમી પર્વ પુર્ણ થઇ ગયો છે તેમ
છતા હજુ સુધી ગ્રામ્યવિસ્તારમાં જુગારની બદી બંધ થવાનું નામ લેતી નથી. ગાંધીનગર
એલસીબીની ટીમ પેટ્રોલીંગમાં હતી તે સમયે બાતમી મળી હતી કે, ઝુંડાલ ગામમાં
દિપા માતાના મંદિરની બાજુમાં ઝાડ નીચે કેટલાક શખ્સો જુગાર રમી રહ્યા છે જે બાતમીના
આધારે પોલીસે દરોડો પાડીને અમિયાપુરાના નરેન્દ્રભાઇ વિસાવાડીયા અને અરવિંદજી ઉર્ફે
રાજુ ઠાકોર, રાંધેજામાં
રહેતા ઇશ્વરસિંહ વાઘેલા, શાહપુરના
ગણપતજી સોલંકી, રાયસણના
વિનુજી ઠાકોર અને દિનેશ ભેમાજી ઠાકોર,કોબામાં
રહેતા અરવિંદ ઠાકોર અને રતનપુરના ગુલાબજી ઉમેદજી ઠાકોરને જુગાર રમતા પકડી પાડયા
હતા. જેમની પાસેથી રોકડ સહિત કુલ ૩૮ હજારનો મુદ્દામલ પણ કબ્જે લેવામાં આવ્યો છે. આ
ઉપરાંત અડાલજ પોલીસે અડાલજ ગામમાં આવેલા આંબલીવાવા વાસમાં જુગાર રમતા ત્રણ
જુગારીઓને પકડી પાડયા હતા જેમાં દિલીપ ઠાકોર,
અનિલ મકવાણા અને મહેશ ઠાકોરનો સમાવેશ થાય છે. આ ત્રણેય જુગારીઓ પાસેથી રોકડ
સહિત ૧૩ હજાર ઉપરાંતનો મુદ્દામાલ પણ કબ્જે લેવામાં આવ્યો છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.