બાલાસિનોર નગરપાલિકા દ્વારા 'સેવા સેતુ' કાર્યક્રમ યોજાયો - At This Time

બાલાસિનોર નગરપાલિકા દ્વારા ‘સેવા સેતુ’ કાર્યક્રમ યોજાયો


પારદર્શી પ્રશાસન માટે પ્રતિબદ્ધ સરકાર પ્રજાની લાગણી - માંગણી - અપેક્ષા પૂર્ણ કરવા બાલાસિનોર નગરપાલિકાનો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો.

આ કાર્યક્રમમનો મુખ્ય ઉદ્દેશ એક પણ સાચો લાભાર્થી સરકારી લાભો થઈ બાકાત ન રહે.

બાલાસિનોર નગરપાલિકા દ્વારા રાજ્ય સરકારના પ્રવર્તમાન વહીવટી તંત્રમાં વધારાની વ્યવસ્થા અને ઉમેરો કરી રાજ્યના નાગરિકોને સ્પર્શતી રજૂઆતોનો સ્થળ ઉપર જ ઉકેલ લાવી શકાય અને વહીવટમાં પારદર્શિતા, ગતિશિલતા તથા સંવેદનશીલતાની અનુભૂતિ પ્રજાને મળે તે હેતુ વ્યક્તિલક્ષી રજૂઆતોના નિકાલ માટે નવમા તબક્કાનો 'સેવા સેતુ' કાર્યક્રમ સ્વામિનારાયણ મંદિર, સલિયાવડી દરવાજા ખાતે યોજવામાં આવ્યો હતો. મહિસાગર જિલ્લા કલેકટર ભાવિન પંડ્યા, માનસિંહ ચૌહાણ , ધારાસભ્ય બાલાસિનોર, હિરેન ચૌહાણ પ્રાંત ઓફિસર, મામલતદાર બાલાસિનોર, ચીફ ઓફિસર નગરપાલિકા બાલાસિનોર,પૂર્વ નગરપાલિકા પ્રમુખ સુભાષ ભાઇ, વિકસિત ભારત, સંકલ્પ યાત્રા ના ઇન્ચાર્જ અજમેલસિહ, પાર્થ પાઠક યુ આ નેતા વિગેરે ઉપસ્થિત રહ્યા હતાં. આ સેવા સેતુ કાર્યક્રમ નગરપાલિકા હસ્તકના લોકોએ પી.એમ. જનધન યોજના, અલગ અલગ અરજીઓ, પ્રમાણપત્રો, દાખલાઓ, કાર્ડ ઈશ્યુ, સહાય યોજના, કનેક્શન મેળવવા, પાલિકા લગતના કામો સહિતની અરજીઓનો સ્થળ પર જ નિકાલ કરવામાં આવે અને બાલાસિનોર નગરપાલિકાના સ્તુત્ય અભિગમનો લાભ મેળવવા માટે હતો.

રિપોર્ટર છત્રસિંહ ચૌહાણ મહીસાગર


9825094436
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.