ભાવનગરમાં આંતરરાષ્ટ્રીય ‘દીકરી દિવસ’ નિમિત્તે તા. ૧૨થી તા. ૧૭ ઓકટોબર સુધી ‘કિશોરી મેળા’ નું આયોજન
ભાવનગરમાં આંતરરાષ્ટ્રીય 'દીકરી દિવસ' નિમિત્તે તા. ૧૨થી તા. ૧૭ ઓકટોબર સુધી 'કિશોરી મેળા' નું આયોજન
તા. ૧૨ ઓકટોબરના રોજ શિહોર અને વલ્લભીપુર ખાતે 'કિશોરી મેળો' યોજાશે*
બેટી બચાવો બેટી પઢાવો" યોજના તથા "પૂર્ણા" યોજનાના સંયુક્ત ઉપક્રમે "આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ નિમિત્તે સશક્ત દીકરી, સુપોષિત ગુજરાત થીમ આધારિત કિશોરી મેળા" નું આયોજન ભાવનગર જિલ્લામાં તા. ૧૨થી તા. ૧૭ ઓકટોબર સુધી કરવામાં આવનાર છે.
મહિલા અને બાળ વિકાસ વિભાગ હસ્તક મહિલા કલ્યાણ પ્રભાગ હેઠળ વર્ષ ૨૦૧૫થી "બેટી બચાવો બેટી પઢાવો" યોજના તથા "વહાલી દીકરી યોજના" વર્ષ ૨૦૧૯ થી કાર્યાન્વિત અને આઈ.સી.ડી.એસ ખાતે વર્ષ ૨૦૧૮-૧૯ થી "પૂર્ણા" યોજના તથા સદર તમામ યોજનાઓના સૂચકાંકમાં દીકરી જન્મને પ્રોત્સાહન, દિકરીઓ શિક્ષણ, પોષણ, બાળલગ્ન પ્રતિબંધ, સલામતી અને સુરક્ષા મુખ્ય હોવાથી સદર યોજનાઓના સંકલનમાં "સશક્ત દીકરી, સુપોષિત ગુજરાત" થીમ આધારિત કિશોરી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.
ભાવનગરમાં તા. ૧૨ ઓકટોબરના રોજ વલ્લભીપુર અને શિહોર ખાતે કિશોરી મેળાનું આયોજન કરવામાં આવેલ છે. ત્યારબાદ તા. ૧૩ ઓકટોબરના રોજ ગરીયાધાર, ઘોઘા, ભાવનગર ગ્રામ્ય, પાલિતાણા-૧ અને પાલિતાણા-૨ ખાતે યોજાશે. તા. ૧૬ ઓકટોબરના રોજ જેસર અને તા. ૧૭ ઓકટોબરના રોજ મહુવા-૧, મહુવા-૨, મહુવા-૩, તળાજા-૧, તળાજા -૨ અને ઉમરાળા ખાતે મેળાનું આયોજન કરવામાં આવનાર છે.
આ "કિશોરી મેળા"માં કિશોરીઓના જન્મ શિક્ષણ સલામતી, સુરક્ષા અને સશક્તિકરણ, વિવિધ યોજનાની જાણકારી, આંગણવાડીમાં નિયમિત આવવાના લાભ, પોષણ, પોષણ અને આરોગ્ય શિક્ષણ, ઘરેલું હિંસા વિશે માહિતગાર કરવા તેમજ દિકરા-દિકરી વચ્ચેના ભેદભાવ દૂર કરવા જેવા મુખ્ય વિષયોને કેન્દ્ર સ્થાને રાખીને વિવિધ પ્રવૃતિઓનું આયોજન કરવામાં આવનાર છે. આ સિવાય શિક્ષણનું મહત્વ એનિમિયાના નિવારણ માટે લેવાના પગલાં, સ્વ-બચાવની તાલીમ, અગત્યની યોજનાની વિસ્તૃત સમજ આપવા સેમિનારનું આયોજન પણ કરવામાં આવનાર છે.
રીપોટર- અશોક ચૌહાણ
ગારીયાધાર
ભાવનગર
9978128943
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.